કર્ણાટકના રાજકીય સંગ્રામનું કેન્દ્રબિંદુ હવે સુપ્રીમ કોર્ટ બન્યું છે. કોંગ્રેસ અને JDSએ રાજ્યપાલના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે ત્યારે હવે સિનિયર વકિલ અને રાજ્યસભાના સાંસદ રામ જેઠમલાની પણ આ લડાઇમાં કુદ્યાં છે. રામ જેઠમલાનીએ રાજ્યપાલના નિર્ણયને બંધારણીય શક્તિનો દૂરઉપયોગ ગણાવ્યો છે. તેમણે કોર્ટેમાં અરજી કરતા કહ્યું કે, હું આ મામલે વ્યક્તિગત રીતે પોતાનો પક્ષ રાખવા માંગુ છું. જેને કોર્ટે વિચારમાં લેવો જોઇએ. હું વ્યક્તિગતરીતે આવ્યો છું કોઇ પક્ષ તરફથી નથી આવ્યો. જેના પર ચીફ જસ્ટીસ દિપક મિશ્રાએ કહ્યું કે, આ મામલો જસ્ટિસ એ.કે. સિકરીની અધ્યક્ષતાવાળી બેચ સંભળાવી રહી છે. તે બેચ શુક્રવારે બેસશે તેથી તમે આ મામલો ત્યાં ઉઠાવી શકો છો. હવે આ મામલો જેઠમલાણી શુક્રવારે ઉઠાવશે. જેઠમલાણીએ કર્ણાટકની રાજનીતિ પર કહ્યું કે, આખરે ભાજપે રાજ્યપાલને એવું તે શું કહ્યું કે, તેમણે આ પ્રકારનું પગલુ ભર્યું? રાજ્યપાલનો આદેશ ભ્રષ્ટાચારને ખુલ્લું નિમંત્રણ છે. જેઠમલાણીએ રાજ્યપાલ દ્વારા યેદિયુરપ્પાને સરકાર બનાવવાનું નિમંત્રણ આપવાના નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો છે.