કર્ણાટકના નાટકનો છેવટે અંત આવ્યો છે. બહુમત સાબિત ન કરી શકતા કુમારસ્વામી સરકાર પડી ગઇ છે. વિશ્વાસ મત માટે આજે સાંજની ડેડલાઇન સ્પીકર રમેશ કુમારે આપી હતી. કુમારસ્વામીએ વોટીંગ પહેલા ભાષણ આપી રાજીનામું આપવાની વાત કરી હતી. ત્યારબાદ વિશ્વાસ મત પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવ બાદ ફ્લોર ટેસ્ટમાં વોટીંગ કરાવવામાં આવ્યું હતું. વોટીંગમાં વિશ્વાસ મતના પક્ષમાં 99 અને વિરુદ્ધમાં 105 મત પડ્યા હતા. આ રીતે કુમારસ્વામીની વિરુદ્ધ બહુમત વોટીંગ થતા સરકાર પડી ગઇ છે. ભાજપ આ પરિસ્થિતિનો લાભ લઇને સરકાર બનાવી શકે છે. વ
ગૃહમાં જ્યારે ચર્ચા શરૂ થઈ તો સત્તા પક્ષ (ટ્રેઝરી બેંચ)માં મોટા ભાગે ધારાસભ્યો ગેરહાજર હતા. આ અંગે સ્પીકર રમેશ કુમારે નારાજગી વ્યક્ત કરી. તેઓએ પૂછ્યું કે ગઠબંધન સરકારના ધારાસભ્યો ક્યાં છે? આ પહેલાં રાજીનામું આપનારા બળવાખોર ધારાસભ્યોએ સ્પીકરને એક પત્ર લખ્યો જેમાં તેઓએ માગ કરી કે તેમને મુલાકાત માટે 4 સપ્તાહનો સમય આપવામાં આવે. આ બળવાખોરને સ્પીકરે સોમવારે મળવાની નોટિસ આપી હતી. સુપ્રીમ કોર્ટમાં બળવાખોર ધારાસભ્યોની અરજી પર બુધવારે સુનાવણી થશે.
કાર્યવાહી દરમિયાન સ્પીકરે કહ્યું, “હું એક આદેશ પસાર કરીશ. સુપ્રીમ કોર્ટના આદેશ સમજવામાં મોડું થયું છે. તમામ સભ્યો ગૃહમાં ગરિમા જાળવી રાખે. અહીં સમય બરબાદ કરવાથી વિધાનસભા, સ્પીકર અને ધારાસભ્યોની છબી ખરડાય છે.” સોમવારે કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોએ ગૃહમાં સૂત્રોચ્ચારો કર્યા હતા. આ લોકોનું કહેવું હતું કે જ્યાં સુધી બળવાખોર ધારાસભ્યોના રાજીનામા પર નિર્ણય નહીં લેવાય જાય ત્યાં સુધી ફ્લોર ટેસ્ટ ન કરાવી શકાય. સુપ્રીમ કોર્ટમાં બળવાખોર ધારાસભ્યોની અરજી પર બુધવારે સુનાવણી થશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની બેન્ચ સુનાવણી કરશે.
સ્પીકર રમેશ કુમારની જગ્યાએ તેમના વકીલ અભિષેક મનુ સિંઘવી કોર્ટમાં હાજર રહેશે. અભિષેક સિંઘવીએ કોર્ટમાં કહ્યું હતું કે, ફ્લોર ટેસ્ટ આજે અથવા આવતી કાલે થઈ શકે છે. કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારે કહ્યું, ભાજપને સત્તા જોઈએ છે તો તેઓ સ્વીકારી કેમ નથી લેતા? તેઓ ઓપરેશન લોટસની વાત કેમ માનતા નથી? તેમણે બળવાખોર ઘારાસભ્યોના સંપર્કમાં હોવાની વાત સ્વીકારી લેવી જોઈએ. કોંગ્રેસ ધારાસભ્યો કૃષ્મા બાયરે ગૌડાએ કહ્યું- અમે અસાધારણ સ્થિતિમાં છીએ. હું સ્પીકરને અપીલ કરુ છું કે, વિશ્વાસ મત માટે વોટિંગ પહેલાં રાજીનામા પર નિર્ણય લો.
યેદિયુરપ્પાના અંગત સચિવ પીએ સંતોશ સાથે અપક્ષના ધારાસભ્ય એચ નાગેશની તસવીર દર્શાવતા કહ્યું કે, શું ખરેખર તેમને ધારાસભ્યોના ખરીદ-વેચાણ વિશે 10 દિવસ પહેલાં ખબર હતી? જ્યારથી કોંગ્રેસ-જેડીએ સરકાર બની ત્યારથી તેને પાડવાનું માહોલ બનાવવામાં આવી રહ્યું છે. મને પહેલાં દિવસથી જ ખબર હતી કે આ સરકાર લાંબી નહીં ચાલે. હું પણ જોઉં છું કે ભાજપ કેટલા દિવસ સરકાર ચલાવી શકે છે. હું મારા અધિકારોનો ખોટો ઉપયોગ નહીં કરું. પહેલાં રાજકિય સંકટ વિશે ચર્ચા થશે તે પછી ફ્લોર ટેસ્ટ થશે.