કર્ણાટકમાં મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના શપથગ્રહણ પછી સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસ અને જેડીએસ કરેલી અરજી પર સુનાવણી હાથ ધરી છે. આવતી કાલે ચાર વાગે બહુમત પરિક્ષણ કરવાનો આદેશ કર્યો છે. બહુમતિ સાબિત કરવા માટે યેદિયુરપ્પા પાસે 28 કલાકનો સમય છે. વિધાનસભામાં બહુમત પરિક્ષણ માટે પ્રોટેમ સ્પીકરની નિમણૂંક કરવામાં આવશે. ત્યારે પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે ભાજપ આવતી કાલે બહુમતી સાબિત કરવા તૈયાર છે.
બહુમત પરીક્ષણને લઇને સુપ્રીમ કોર્ટે સૌથી મહત્વનો આદેશ કર્યો છે. સુપ્રીમે કહ્યું કે એંગ્લો-ઇન્ડિયન સભ્યની પણ નિયુક્તિ નહી કરી શકાય. આમ રાજ્યપાલ એંગ્લો ઇન્ડિયન સભ્યની નિયુક્તિ કરી શકશે નહીં. જેમાં યેદિયુરપ્પા કોઇ નીતિવિષયક નિર્ણય લઇ શકશે નહીં. ઉલ્લેખનીય છે કે ગઇકાલે યેદિયુપ્પાએ 4 આઇપીએસ અધિકારીઓન બદલી કરી હતી.
જસ્ટિસ સીકરી, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ બોબડેના ત્રણ જ્જની બેચ આ મામલે સુનાવણી કરી. કોંગ્રેસ-જેડીએસદ્વારા ભાજપને સરકાર બનાવવાના આમંત્રણના રાજ્યપાલના નિર્ણયને પડકાર્યો હતો.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું છેકે જનાદેશ સૌથી મહત્વપૂર્ણ છે. રાજ્યપાલ જ નક્કી કરે કોની પાસે સંખ્યાબળ છે. ગૃહમાં જ સંખ્યાબળ સાબિત કરવાનું હોય છે. જે પક્ષને પહેલા આમંત્રણ મળ્યું એ જ પક્ષ બહુમત સાબિત કરશે. રાજ્યપાલના નિર્ણય પર વિસ્તારપૂર્વક સુનાવણી થાય. કોંગ્રેસના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં દલીલ કરી. સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોને પુરતી સુરક્ષા આપવામાં આવે. કોંગ્રેસ-જેડીએસ ફલોર ટેસ્ટ માટે સહમતિ દર્શાવી. સરકારી વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યું કે ગઠબંધન કરેલા ધારાસભ્યોની સહીઓ અંગે શંકા છે.
આ અગાઉ સુપ્રીમ કોર્ટે બુધવાર રાતે કરેલી સુનાવણી દરમિયાન ભાજપના નેતા યેદિયુરપ્પાને કર્ણાટકના મુખ્યમંત્રી તરીકેની શપથગ્રહણ પર રોક લગાવાનો ઇન્કાર કર્યો હતો. મોડી રાતે ચાલેલી સુનાવણી દરમિયાન કોર્ટે આ આદેશ કર્યો હતો જો કે કોર્ટે ભાજપને પોતાના ધારાસભ્યોની યાદી રજૂ કરવા પણ આદેશ કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો કે ભાજપ કર્ણાટકમાં સરકાર બનાવવાનો દાવો કરવા રાજ્યપાલ વજુભાઇ વાળા સમક્ષ ધારાસભ્યોના સમર્થન કરતો જે પત્ર રજૂ કર્યો છે તે કોર્ટમાં રજૂ કરવામાં આવે. યેદિયુરપ્પાના શપથગ્રહણ બાદ ભાજપ હવે બહુમતિ સાબિત કરવાની તૈયારી કરી રહી છે. કોંગ્રેસ દ્વારા આજરોજ દેશભરમાં લોકતંત્ર બચાવો દિવસ મનાવી રહી છે. કોંગ્રેસે રાજ્યપાલના નિર્ણયને લોકતંત્રની હત્યા બતાવવામાં આવી છે. રાજ્યપાલના નિર્ણય વિરુધ્ધ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવામાં આવશે.