ઐશ્વર્યા રાય બચ્ચન 2003થી કાન્સમાં તેના આકર્ષક દેખાવને દર વર્ષે પ્રભાવિત કરી રહી છે. એકવાર ફરીથી ઐશ્વર્યા કાન્સના રેડ કાર્પેટ પર ઉતરી હતી. ઐશ્વર્યા રાય બચ્ચને કાન્સમાં આંતરરાષ્ટ્રીય ડિઝાઇનર જેન લુઈસ દ્વારા ડિઝાઇન કરેલુ ગાઉન પહેર્યુ હતુ. મેટલિક ગોલ્ડન યલો ગાઉનને વન ઓફ શોલ્ડરનો લૂક આપવામાં આવ્યો હતો. ગાઉનમાં લોન્ગ ટ્રેલને અટેચ કરવામાં આવ્યું હતુ, પૂરા લૂક પર નજર કરો તો તે એક મરમેઇડ જેવું છે. ઐશ્વર્યાની એન્ટ્રીથી પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણ પણ લુકમાં ફીક્કી પડી હતી.