પ્રશ્નઃ સદ્દગુરુ કુદરત સાથેની લાયબધ્ધતા વિશે કાંઇ કહેશો?
જો તમે ધ્યાનથી સાંભળશો તો અસ્તિત્વમાં છે તે તમામ બાબતમાં લયબધ્ધતા હોય છે. કોઇ પણ અોડીટર કે હિસાબ તપાસનીશની રૂએ જો તમે કોઇ પણ અવાજ કે અન્ય કાંઇ પણને સાંભળશો તો તેમાં લયબધ્ધતા હોય છે. તમારી આસાપાસના ઉડતા કે ફરતા જીવજંતુનો ગણગણાટ પણ લયબધ્ધ હોય છે. કોઇ પણ બાબત કે અન્ય કોઇ પણ માધ્યમ થકી ઉદ્દભવતા અવાજમાં લયબધ્ધતા હોય છે જો તમે જે કોઇ અવાજ સાંભળો છો તેમાં લયબધ્ધતા હોય છે. તો પછી તેના પડઘા કે પરાવર્તન કે પછી ગુંજનાદમાં પણ લયબધ્ધતા હોય છે. આવા પડઘા કે પરાવર્તનમાં લયબધ્ધતા હોય છે. તો પછી તે (પડઘા) જેના થકી પડે છે તે પદાર્થ કે માધ્યમમાં પણ લયબધ્ધતા હોવાની આવા પદાર્થ કે માધ્યમમાં લયબધ્ધતા હોય તો પછી તે (પદાર્થ) જેના થકી બન્યા હોય તે સ્ત્રોતમાં પણ લયબધ્ધતા હોય છે. પ્રશ્ન એ છે કે તમે કઇ લયબધ્ધતા ઉપર છો.
સંગીતમાં તમે આ અનૂભવ કરી શકો છો. દ્વુપદ સંગીતમાં પણ શબ્દાવલિ હોતી નથી અને માત્ર એક ‘આ’ જ સાંભળવાનો હોય છે. છ કલાક સુધી પણ તમે આ… આ… સાંભળો છો અને તે વખતે તમે સાંભળતા સાંભળતા જડવત્ મુદ્રામાં બેસો છો દ્રુપદ સંગીતની રચના જ આવી સ્થિતિ માટે હોય છે.
લયબધ્ઘતા ઘણા જુદા જુદા સ્તરની હોય છે. જો શરીરની લયબધ્ધતા હોય તો તે અલગ હોય છે જો તમે તેને મગજથી સ્પર્શવા મથશો તો ચોક્કસ સ્વરૂપની હશે. જો તેને આંતરિક મનથી પામવા જશો તો તેનું અલગ સ્વરૂપ હશે લયબધ્ધતાને જો તેના અંતશિયાળ મૂળથી સ્પર્શવામાં આવશે તો અસ્તિત્વના ચોક્કસ વળાંકની લયબધ્ધતા પામી શકશો જે સહજ કે કુદરતી ભાવે અવસ્થા બની રહે છે. બીજી રીતે કહીએ તો તમે તમામ પ્રકારની ક્રિયા અને ધ્યાન દ્વારા કરવા મથો છો તે અવસ્થા આ છે. જડવત્ કે મક્કમપણે હાંસલ કરાતી સ્થિરતાની પણ લયબધ્ધતા હોય છે. અને તે જ અંતિમ લયબધ્ધતા છે. જો આ જડતા કે પોલાદી સ્થિરતાની અવસ્થા છે તો લયબધ્ધતા ક્યાં છે? આ લયબધ્ધતા એ અનાધિ છે. દરેક અવાજમાં શરૂઆત અને અંત હોય છે. પરંતુ જડવત્ નિષ્ચેતન, પોલાદી મક્કમતાની અવસ્થામાં કોઇ શરૂઆત કે અંત હોતા નથી.
તમે કુદરતના ક્યા અવાજનો જવાબ આપવાનાં છો. તમે શરીરને જવાબ આપશો તો એક દિશામાં જશો. જો તમે મગજને જવાબ આપશો તો બીજી દિશામાં ઉર્જાનું પણ આવું જ છે. પૃથ્વી અને તેના અંતરિયાળ કોર કે કેન્દ્રના કિસ્સામાં તમે અલગ અલગ દિશામાં જશો. પરંતુ આ બધું જ પડઘા કે પરાવર્તનના વિવિધ સ્વરૂપની ચોક્કસ લયબધ્ધતા છે. પરંતુ નિષ્ચેતન જડ અવસ્થાના અંતિમ પડઘા કે પરાવર્તનને પરંપરાગત રીતે ‘શીવ’ તરીકે ઉલ્લેખવામાં આવે છે. અને માટે શીવને સ્વયંભૂ કે સ્વસર્જન પણ કહે છે. શીવ ઇચ્છે છે. ત્યારે નિરંજન નિરાકાર કે સર્વત્ર સાક્ષાત્કારનો પરચો આપી શકે છે. માટે જ તે સ્વયંભૂ કે સ્વસર્જન છે. શીવ ધારે ત્યારે બહાર ઉપસી આવે છે અને ધારે ત્યારે પોતાની વિલીન કે પીગાળી પણ દે છે.
તમે તમારી જાતે ઉપસી નથી આવ્યા પરંતુ તમે તમારી જાતને જાતે જ અોગાળી શકો છો જો તમે જાતને અોગાળવાની અવસ્થાને જાણો છો તમે તમે તમારી જાતને ઉપસાવી કે ઉછાળી પણ જાણશો જો કોઇ આ સમગ્ર પદ્ધતિ કે પરંપરાને પદ્ધતિસર અલગ કરી શકે છે. તો તે તેને ફરીથી ગોઠવી પણ શકે છે. જો કોઇ વ્યક્તિ સઘનતા કે જાગૃતિપણાની ચોક્કસ અવસ્થામાં જીવે છે. અને તે પણ તેના અસ્તિત્વની પ્રણાલીને જાણ્યા વિના તો તે સારા માટે જીવે છે. જો કોઇ જાગૃતપણે જીવતો હોય તેની પોતાની પદ્ધતિને વિખેરી શકતો હોય અને લયબધ્ધતાના ચોક્કસ સ્તરને પણ સમજતો હોય તો તે જો ઇચ્છે તો પોતાની જાતને પાછો ઉપસાવી શકે છે.
જ્યારે કોઇ યોગી આ અવસ્થાને પામે છે ત્યારે તેને નિર્માણકયા (સ્વસર્જન કરી શકે તેવા) ગણવામાં આવે છે તે કાંઇ માતાની ગર્ભમાંથી બાળક સ્વરૂપે પાછા ફરતા નથી પરંતુ તે ઇચ્છે તે સ્વરૂપે અને તે રીતે આવી શકે છે. તે પોતાને અલગ અલગ વિખેરીને ફરીથી અલગ રીતે અને સ્વરૂપે પાછા આવી શકે છે. ઘણી વખત તેમને પોતાની પત્નિને મળવું હોય તો તે પોતાની સુંદર પણ બનાવી શકે છે. કેટલીક વખત જો તેમને અન્ય કોઇને મળવું હોય તો તે પોતાને બિહામણું સ્વરૂપ આપી શકે છે. તે પોતાની ચામડીના રંગ તથા પોતાની જાતના તમામ સ્વરૂપને બદલી શકે છે. કારણે કે હાજરીથી ગેરહાજરીના તબક્કામાં તે પોતાને વિખેરી નાંખી અને પોતાના સ્વસર્જનને પણ કરી શકે છે.
જ્યારે તમે કુદરતની લયબધ્ધતાની વાત કરો છો ત્યારે તમે પૃથ્વીની લયબધ્ધતાની જ વાત કરતા નથી. પૃથ્વી અે અગત્યનું પરિબળ છે. પરંતુ તે જ સર્વસ્વ નથી. પૃથ્વી અે તો અસ્તિત્વનો અંશ માત્ર છે. અહિંયા જીવતા હોઇએ અને જીંદગીના ચોક્કસ પાસાની વાત છે. ત્યાં સુધી પૃથ્વીની લયબધ્ધતા સાથે રહો તે બરાબર છે. પરંતુ ભૌતિક વિશ્વની મર્યાદાઅોથી પર ગુણાતીત બનવા અસ્તિત્વના અન્ય પાસા વળાંકને સમજવા જો તમે પોલાદી જડ નિષ્ચેતન અવસ્થાની લયબધ્ધતામાં જઇ અને જાગૃતપણે પાછા આવી શકો તો જ તમે ઇચ્છો ત્યારે જઇ શકો અને પાછા આવી શકો છો. જો તમે અંતરિયાળ કેન્દ્રમાં જઇ અને પાછા આવી શકો તો તમે ઇચ્છો તે લયબધ્ધતાની વિવિધતાને સ્પર્શી શકો છો
– Isha Foundation