સરકારનું વચગાળાનું બજેટ આજે રજૂ થયું જેને લઇને નેતાઓની પ્રતિક્રિયા આવવાની શરૂ થઇ ગઇ છે. આ બજેટ પર પૂર્વ નાણાંમંત્રી રહી ચૂકેલા અને કોંગ્રેસના નેતા પી. ચિદંબરમે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, વચગાળાનું બજેટ સ્પીચથી અમારા ધૈર્યનો ટેસ્ટ લઇ રહ્યાં હતા. આ વચગાળાનું બજેટ નહોતું, આ એક ચૂંટણી અભિયાનના ભાષણ સાથે-સાથે એક પૂર્ણ બજેટ હતું. વચગાળાના બજેટ પર ચિદંબરમે કહ્યું કે, મારી બજેટ પર એક લાઇન પર કમેંટ છે કે, આ વોટ ઓન એકાઉન્ટ નથી, આ એકાઉન્ટ ફોર વોટ્સ છે.