રાહુલ ગાંધીએ જનસંકલ્પ રેલીને સંબધોન કરી હતી, જેમાં તેઓએ જણાવ્યું કે વર્ષો બાદ ગુજરાતમાં કોંગ્રેસની CWC નું આયોજન કર્યું છે, આ પાછળ પણ એક કારણ છે. અને તે છે ગાંધીજી.ગાંધીજી અને ગુજરાતને દેશને આઝાદ કર્યો છે. ઇતિહાસમાં પ્રથમવાર એવું બન્યું કે સુપ્રીમ કોર્ટના ચાર જજ પત્રકાર પરિષદ કરે છે અને કહે છે કે અમને કામ કરવા નથી દેતા, મોદીજી સ્ટાર્ટ અપ, મેક ઇન ઇન્ડિયાની વાતો કરે છે, પરંતુ હકીકતમાં બેરોજગારી વધી છે. મોદીજી બિઝનેસમેનોના દેણા માફ કરે છે પરંતુ ખેડૂતોના દેણા માફ કરતાં નથી.
રાહુલ ગાંધીએ કહ્યું કે અમે જે કહીએ છીએ તે કરીએ છીએ. અમે મધ્યપ્રદેશમાં જે વાયદો કર્યો તે કરી બતાવ્યું. અમે ખેડૂતોના દેણા માફ કર્યા. ગુજરાતમાં પણ આજ વાયદો કર્યો હતો. ભાજપની સરકારે માત્ર વાયદા કર્યા. મોદીજીએ કોઇને પૂછ્યા વગર નોટબંધી કરી, અચાનક 8 વાગ્યે જાહેરાત કરી દીધી. આ નિર્ણયને કારણે કરોડો લોકો બેરોજગાર થઇ ગયા. મોદીજી કહે છે કે કાળાનાણા સામે લડે છે, પરંતુ નોટબંધી દરમિયાન તમે અનિલ અંબાણી, નિરવ મોદીને જોયા ?. આ લાઇનમાં ગરીબ અને મજબૂર લોકો ઉભા હતા.
રાહુલ ગાંધીએ કહ્યું કે મોદીજીએ વાયદો કર્યો હતો કે તમારા ખાતામાં 15 લાખ આવશે, શું તે આવ્યા ? તેઓએ રાતોરાત GST લાગુ કરી, પરંતુ આ એક ટેક્સ આજ સુધી નાના વેપારીઓને સમજમાં નથી આવ્યો. પરંતુ હું વાયદો કરું છું કે કોંગ્રેસની સરકાર બની તો GSTને રિફોર્મ કરી એક ટેક્ષવાળી GST આપીશું.
કોંગ્રેસની સરકાર આવી તો દેશભરમાં ગેરંટી મિનિમમ આમદની લાગુ કરશે, આ ઐતિહાસિક નિર્ણય કોંગ્રેસ પાર્ટીએ લીધો છે. ગરીબોના એકાઉન્ટમાં સીધા પૈસા જમા થઇ જશે. અનિલ અંબાણી પર 45 કરોડ રૂપિયાનું દેણું છે, મોદીજીના કહેવાથી અનિલ અંબાણીને રાફેલ ડીલ સોંપવામાં આવી. રાફેલ ડીલ પર CBIના ઓફિસર તપાસ કરવા ઇચ્છતા હતા પરંતુ મોદીજીએ રાતોરાત તેમને હટાવ્યા. મોદીજી દરેક રાજ્યમાંથી બોલે છે કે હું દેશભક્ત છું. મોદી વાયુસેનાની પ્રસંશા કરે છે પરંતુ તેઓ એ નથી જણાવતા કે એજ વાયુસેનાના પાકિટમાંથી મોદીજીએ રાફેલમાંથી 30 હજાર કરોડ ચોરી કરી અંબાણીને આપી દીધા.