કોંગ્રેસી કાર્યકરોએ રેપના આરોપમાં ફસાયેલા વલસાડના સાંસદના ઘરનો ઘેરાવ કર્યો

0
920

દિલ્હીની મહિલા એડવોકેટે વલસાડના સાંસદ ડો. કે.સી. પટેલે તેણી પર કથિત રીતે દુષ્કર્મ કર્યો હોવાની દિલ્હીની કોર્ટમાં કરેલી ફરિયાદ બાદ હવે વલસાડ જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાતો પડવા માંડયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ આ મુદ્દાને બરાબર કેશ કરવા માટે વિરોધ પક્ષ કોંગ્રેસ હવે મેદાને પડયું છે. કોંગ્રેસ દ્વારા નૈતિકતાના આધારે સાંસદનું રાજીનામુ પણ માંગવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે ગુરુવારે સાંસદના પરિયા સ્થિત નિવાસસ્થાનનો ઘેરાવ કરી વિરોધ પ્રદર્શન કર્યા હતાં. બાદ રેલી સ્વરૃપે પારડી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.દિલ્હીની મહિલા એડવોકેટની ફરિયાદ બાદ વલસાડના ભાજપી સાંસદે પણ તેમને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ફરિયાદ અંગે મહિલાની ધરપકડ કરી, 5 દિવસના રિમાન્ડ મેળવીને તપાસ ચાલુ કરી છે. પરંતુ તેનાથી વલસાડના સાંસદને ખાસ રાહત મળી હોય તેમ જણાતુંનથી.આજે ગુરુવાર કોડ જિલ્લા કોંગ્રેસની મહિલાઓ સહિતના 3થી 4000 જેટલા કાર્યકરો સાંસદ ડો. કે.સી.પટેલના પારડી તાલુકાના પરિયા સ્થિત નિવાસસ્થાને પહોંચ્યાં હતાં. જ્યાં મહિલાઓએ સાંસદને ફાંસીની સજા સંભળાવી હતી ત્યારબાદ રેલી પારડી મામલતદાર કચેરીએ પહોંચીને સાંસદના રાજીનામાની માગણી સાથે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.સૂત્રોના જણાવ્યાનુસાર, જિલ્લા ભાજપના મોટાભાગના આગેવાનો-કાર્યકરો પણ આ મુદ્દે ભારે નારાજ હોવાનું કહેવાય છે. આ ઘટનામાં સાંસદ ભલે નિર્દોષ છૂટે પરંતુ પાર્ટીની છબીને જબરદસ્ત નુકસાન પહોંચી રહ્યું છે. ત્યારે હાઇકમાન્ડે તાત્કાલિક વ્યવહારું પગલાં લેવા જોઇએ તેવો સૂર ભાજપીઓ જ વ્યક્ત કરી રહ્યા છે.

LEAVE A REPLY

9 + 9 =