કર્ણાટકમાં ભાજપની સરકાર બનતા જ કોંગ્રેસ આક્રમક વલણમાં આવી છે. હવે આ મામલે નાટકીય વળાંક આવ્યો છે. કોંગ્રેસે હવે ભાજપની રણનિતી પર કામ કરતાં ગોવામાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. પાર્ટીના 16 ધારાસભ્યો શુક્રવારે રાજભવન સુધી રેલી કરશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ-2017માં ગોવા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની હતી. પરંતુ ભાજપે તોડ-જોડ કરી પોતાની સરકાર બનાવી હતી. હવે કર્ણાટકનો હવાલો આપીને કોંગ્રેસ ગોવામાં મોર્ચો ખોલવા જઇ રહી છે.