ઉનાળાની મોસમ પુર બહારમાં ખીલી છે. ત્યારે કોલ્ડડ્રિંક્સ કંપનીઓએ પણ પોતાની કમર કસી છે. બજારમાં વિવિધ કંપનીઓને પહોંચી વળવા અવનવા ફ્લેવર સાથે ઘણી કંપનીઓ બજારમાં નવા ફ્લેવર લોન્ચ કરવા જઇ રહી છે. તાજેતરમાં બજારમાં ઉપલબ્ધ બધી જ પ્રોડક્ટ પર આયુર્વેદનું જોર વધારે છે. જેથી બધી કંપનીઓ હવે આયુર્વેદ તરફ વળી છે. તેવામાં કોલ્ડડ્રિંકના ઘટતા બિઝનેસથી ચિંતિત કોકાકોલા પોતાની કમાણી વધારવા માટે નવી ફોર્મ્યૂલા લાવી છે. કંપની હવે દેસી પ્રોડક્ટ લોન્ચ કરવાની તૈયારીમાં છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોકાકોલા હવે બાબા રામદેવની પતંજલી આયુર્વેદની જેમ જ ઘરેલૂ પ્રોડક્ટ જેવા કે જલજીરા, આમ પન્ના જેવી કોલ્ડ઼્રીંક્સ વેચશે. કંપનીએ તેના માટે રોડમેપ તૈયાર કરી લીધો છે. કંપનીએ હાલમાં જ જલજીરા લોન્ચ કરી છે. ત્યારબાદ ગરમીની સિઝનમાં હવે આમ પન્નાની ડ્રીંક્સ ઉતારવાની તૈયારીમાં છે.
ઉલ્લેખનિય છે કે, કોકાકોલા જલજીરાના લોન્ચીંગ બાદ કેરીના પન્નાની ડ્રીંક્સ લાવવાની તૈયારીમાં છે. આ સિવાય દહીં, લસ્સી અને બટર મિલ્ક પણ ભારતમાં લોન્ચ કરવામાં આવશે.
કોકકોલાના નવા પ્લાનમાં કંપની હવે ઘરેલુ નુસ્ખા પર આધારીત ડ્રિંક્સ વેચશે. કેરીના પન્ના, જલજીરા જેવી ભારતની પરંપરાગત ડ્રીંક પર ફોકસ વધારી રહી છે. એક રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા ત્રણ વર્ષમાં આ તમામ ડ્રિંક્સના પેકેજમાં આવવાથી તેની ડિમાન્ડ 32 ટકા વધી ગઈ છે. આ વધારો કોલ્ડડ્રીંકની માંગથી 3 ઘણો વધારો છે.
કોકના ભારતના સીઈઓ ટી. કૃષ્ણકુમારે હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે, ભારતના 29 રાજ્ય કંપની માટે 29 દેશ બરાબર છે. અહીં અલગ-અલગ ભાષાઓ, ખાનપાન અને આદતો છે. ફૂડ અને બેવરેજીસને લઈ લોકોની આદતો પણ અલગ-અલગ છે.
કૃષ્ણકુમારનું કહેવું છે કે, ભારતમાં જ્યૂસ માર્કેટ 3.6 અબજ ડોલર છે. આમાંથી 72 ટકા સામાન્ય જગ્યાઓ પર વેચાતો જ્યૂસ છે.
કંપની વ્યાજબી ભાવ પર ભારતીય પીણું ગ્રાહકો સુધી પહોંચાડવાની તૈયારીમાં છે. તે સ્થાનિક સ્તર પર કેરી અને લીચીનું ઉત્પાદન શરૂ કરશે. તેના માટે કંપની 1.7 અબજ ડોલરનું રોકાણ કરશે