ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલીએ સચિન તેંદુલકરનો વધુ એક રેકોર્ડ તોડ્યો છે. વેસ્ટ ઇન્ડિઝ સામે ગુરુવારે માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ખાતે 37 રને પહોંચી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20 હજાર રન સૌથી વધુ ઝડપે, 417 ઇનિંગમાં પુરા કરવાની સિદ્ધિ કોહલીએ મેળવી છે. સચિન તેંદુલકર અને બ્રાયન લારાએ 20 હજાર આંતરરાષ્ટ્રીય રન એક સમાન, 453 ઇનિંગમાં કર્યા હતા. વિરાટ કોહલી હવે સચિન તેંદુલકર (34,357 રન) અને રાહુલ દ્રવિડ (24,208 રન) પછી 20 હજાર આંતરરાષ્ટ્રીય રન કરનારો ત્રીજો ભારતીય બેટ્સમેન બન્યો છે. વિરાટે અત્યાર સુધીમાં વન-ડેમાં 11,124, ટેસ્ટમાં 6,613 અને T20માં 2063 રન બનાવ્યા છે.