ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આક્રમક ફોર્મ સાથે ત્રીજી વન ડેમાં ૩૪મી સદી કરી હતી. ૧૫૯ બોલમાં ૧૨ ચોગ્ગા અને બે છગ્ગા સાથે રેકોર્ડ અણનમ ૧૬૦ રન કર્યા હતા. સાઉથ આફ્રિકા સામેની વન ડે શ્રેણીની પ્રથમ મેચમાં જ સદી પછી કોહલીએ ત્રીજી વન ડે પણ યાદગાર બનાવતા ૧૧૯ બોલમાં ૩૪મી સદી કરી હતી. ઓપનર ધવને ૭૬ રન ફટકાર્યા હતા. ધવન – કોહલીની જોડીએ બીજી વિકેટની ભાગીદારીમાં ૧૪૦ રન કર્યા હતા.
સાઉથ આફ્રિકામાં ભારત તરફથી સુકાનીનો તે હાઈએસ્ટ સ્કોર છે. અગાઉ ગાંગુલીએ ૨૦૦૧માં જોહનીસબર્ગ વન ડેમાં ૧૨૭ રનનાે રેકોર્ડ કર્યો હતો. સાઉથ આફ્રિકા સામે ભારત તરફતી હાઈએસ્ટ સ્કોરમાં તે સચિન તેંડુલકર પછી બીજા ક્રમે આવી ગયો છે. સચિનનો અણનમ ૨૦૦ રનનો રેકોર્ડ છે.
તે ઉપરાંત, કોહલીએ ગાંગુલીનો કેપ્ટન તરીકે ૧૧ સદીનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. કેપ્ટન તરીકે માત્ર ૪૩મી ઈનિંગમાં તેની આ ૧૨મી સદી છે. ગાંગુલીનો કેપ્ટન તરીકે ૧૪૨ ઈનિંગમાં ૧૧ સદીનો રેકોર્ડ હતો. કેપ્ટન તરીકે સૌથી વધુ સદીમાં હવે માત્ર ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટીંગ (૨૨ સદી) અને એબી ડિ વિલિયર્સ (૧૩ સદી) સાથે કોહલી કરતાં આગળ છે.
ધોનીએ વન-ડેમાં વિકેટકીપર તરીકે 400 કેચ-સ્ટમ્પિંગની સિિદ્ધ હાંસલ કરી ભારતનો સૌથી સફળ વિકેટકીપર બની ગયો છે. અત્યાર સુધી ભારતમાં 400 શિકાર સુધી કોઈ પહોંચી શક્યું નથી. વિશ્વ સ્તરે પણ તે ચોથાે વિકેટકીપર છે, જે આટલી વિકેટમાં ભાગીદાર બન્યો છે. તેણે ૩૧૫ વન ડેમાં ૨૯૫ કેચ અને ૧૦૬ સ્ટમ્પિંગ કર્યા છે. ૧૦૦થી વધુ સ્ટમ્પિંગ કરનારો તો ધોની એકમાત્ર વિકેટકીપર છે.