ભારતીય ટીમના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ નવી ઈનિંગ શરુ કરી છે. તેઓ રાજપૂત સમાજની કરણી સેનામાં જોડાયા છે અને તેમને રાજપૂત કરણી સેનાની ગુજરાત પ્રદેશની મહિલા પાંખના અધ્યક્ષ બનાવાયા છે.
દશેરાના તહેવાલ નિમિત્તે રાજકોટના ક્ષત્રિય સમાજ દ્વારા યોજાયેલા રાસના કાર્યક્રમમાં રીવાબા હાજર રહ્યા હતા.આ પ્રસંગે ઉપરોક્ત જાહેરાત કરવામાં આવી હતી.રીવાબા આમ તો મીકેનિકલ એન્જિનિયર થયેલા છે અને જ્યારે જામનગરમાં રીવાબા પર પોલીસ કર્મીએ હુમલો કર્યો હતો ત્યારે કરણી સેના તેમના સમર્થનમાં આવી હતી.
પદમાવતી ફિલ્મ સામે વિરોધ બાદ કરણી સેના રાતોરાત ચર્ચામાં આવી હતી.ગુજરાતમાં પણ તેના વિરોધની અસર જોવા મળી હતી.એ પછી કરણી સેના ગુજરાતમાં પોતાનુ વર્ચસ્વ વધારવા માટે પ્રયાસો કરી રહી છે.