બિઝનેસમેન અને ફિલાન્થ્રોપિસ્ટ વિજય પટેલ, હેરો મિડલસેક્સના જૈન વિદ્વાન વિનોદ કપાસી, સંગીતકાર નિતિન સહાની તથા બેરિસ્ટરમાંથી રેસ્ટોરર બનેલા નિશા કેટોના સહિત 50થી વધુ બ્રિટિશ એશિયન્સને આ વર્ષના ક્વિન્સના ઓનર્સ લિસ્ટમાં વિવિધ સન્માન માટે સ્થાન મળ્યું છે. ગયા સપ્તાહે જાહેર કરાયેલા લિસ્ટમાં કુલ 1148 લોકોને વિવિધ ક્ષેત્રે તેમના પ્રદાન બદલ અલગ અલગ ટાઈટલ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. એમાં એક ગુજરાત સ્થિત તથા એક ભારત સ્થિત વ્યક્તિનો પણ સમાવેશ થાય છે.
ક્વિન્સ ઓનર્સ લિસ્ટમાં 50થી વધુ બ્રિટિશ એશિયન્સનો સમાવેશ હોવાનો અંદાજ છે. તેમાં મીડિયા ક્ષેત્રે સનરાઈઝ રેડિઓના ટોની લિટ (સુરિન્દર પાલ સિંઘ) નો પણ સમાવેશ થાય છે. તે ઉપરાંત, ઈંગ્લેન્ડના નિવૃત્ત ક્રિકેટર એલિસ્ટર કૂક (નાઈટહૂડ) તેમજ ફૂટબોલ ક્ષેત્રના બે – કેપ્ટન હેરી કેનને એમબીઈ તથા મેનેજર ગેરેથ સાઉથગેટને ઓબીઈ સન્માનની જાહેરાત કરવામાં આવી છે.
નિતિન સહાનીએ તાજેતરમાં વોર્નર બ્રધર્સ/નેટફ્લિક્સની મોગલી ફિલ્મમાં સંગીત આપેલું છે. તેઓ ગીતકાર અને પર્ફોર્મર પણ છે. તેમને કમાન્ડર ઓફ ધી ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયરનું સન્માન અપાયું છે.
ભાઈ ભિખુ પટેલની સાથેના સહયોગમાં વેમેડ ફાર્માસ્ટીકલ્સના સ્થાપક વિજય પટેલને બિઝનેસ ક્ષેત્રે તેમની સેવાઓ તેમજ ચેરિટી બદલ ઓબીઈથી સન્માનિત કરાશે. હજી ગયા વર્ષે જ વિજય પટેલે પોતે અભ્યાસ કર્યો હતો તે ડેમોન્ટફોર્ટ યુનિવર્સિટી, લેસ્ટરને એક મિલિયન તથા તેમના ભાઈ ભિખુ પટેલે તેમણે અભ્યાસ કર્યો હતો તે બ્રિસ્ટલ યુનિવર્સિટીને પણ એટલી રકમ ડોનેટ કરી હતી.સન્માન પામેલા અગ્રણી બ્રિટિશ ભારતીય નાગરિકોની ઓબીઈની યાદી આ મુજબ છેઃ
પ્રો. જોનાથન વલ્લભજી (નેશનલ ક્લિનિકલ ડાયરેક્ટર, એનએચએસ ઈંગ્લેન્ડ તથા ઈમ્પિરિયલ કોલેજ હેલ્થકેર એનએચએસ ટ્રસ્ટ, રૂઈસ્લિપ, મિડલસેક્સ), ડો. જગબીર ઝુટ્ટી-જોહલ (સિનિ. લેકચરર, શીખ સ્ટડીઝ, યુનિવર્સિટી ઓફ બર્મિંગહામ), સુખજીવ સંધુ (ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર, ઓડેલિસ એન્ડ ઈનવોલ્વ) તથા ડો. પ્રોફે. દલજિત સિંઘ વિર્ક (સિનિ. રીસર્ચ ફેલો, બાંગોર યુનિવર્સિટી, વેલ્સ)નો સમાવેશ થાય છે.
અન્ય સન્માનિતોમાં રૂબી ખાલિદ ભટ્ટી (વેસ્ટ યોર્કશાયર), ફારૂક ઉર રહેમાન (લંડન), મુસ્તફા ફીલ્ડ – એમબીઈ (વેમ્બ્લી પાર્ક, મિડલસેક્સ), આબિદ કરમાલી (બેંક ઓફ અમેરિકા મેરીલ લિંચ, લંડન), પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ ઉમર ખાન (ગ્રેટર માન્ચેસ્ટર), નસર મોહમદ (ચેરમેન, બ્રિટિશ મુસ્લિમ હેરિટેજ સેન્ટર, ચેશાયર), મોહમદ હસન યુસુફ મહમૂદ, ઈમામ (લંડન), આમીર નઈમ (ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર, પેની અપીલ, ગ્રેટર માન્ચેસ્ટર), ડો. મલિક જોનાથન રામધન (બાર્ટ્સ હેલ્થ એનએચએસ ટ્રસ્ટ, લંડન), શાહીદ સલીમ તારીક (ડેપ્યુટી ડાયરેક્ટર, ચિલ્ડ્રન એન્ડ ફેમિલીઝ, લીડ્ઝ સીટી કાઉન્સિલ) તથા દારિયસ જેમ્સ વિલિયમ્સ (બેલે તથા કોમ્યુનિટી ડાન્સની સેવાઓ, ન્યૂપોર્ટ) નો સમાવેશ થાય છે.
એમબીઈની યાદીઃ ભગવતી પરમાર (માઈગ્રેશન પ્લાનિંગ કો-ઓર્ડિનેટર, એચએમ રેવન્યુ એન્ડ કસ્ટમ્સ, બોલ્ટન), ઈશ્વર પટેલ (યુકે તથા વિદેશોમાં ચેરિટીને સર્વિસિઝ, વેલિંગબરો, નોર્ધમ્ટનશાયર), પિનાકિન ઈશ્વરલાલ પટેલ (પ્રિવેન્ટ કો-ઓર્ડિનેટર એન્ડ ચેર, લંડન પ્રિવેન્ટ નેટવર્ક, કેમ્બ્રિજશાયર), અજય ગુડકા (ગુજરાત, ઈન્ડિયામાં ચેરિટી અને કોમ્યુનિટીની સેવા બદલ) લી શા પેટિન્સન (ઈન્ડિયામાં ગરીબ મહિલાઓની સેવા બદલ) સ્કવોડ્રન લીડર ધીરજ ભાસિન (રોયલ એર ફોર્સ), પ્રતાપ પવાર (ડાન્સર એન્ડ કોરીઓગ્રાફર, ઓસ્ટરલી, મિડલસેક્સ),
સુજાતા બેનરજી (ડાન્સ ક્ષેત્રની સેવાઓ બદલ, લંડન), પરમદીપ સિંઘ ભાટિયા (માઈનોરિટી કોમ્યુનિટિઝની સેવા બદલ, કોર્નવોલ), રાજિન્દર સિંઘ બાજવા (ગ્લાસગોમાં હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રી તથા ચેરિટીની સેવા બદલ), ડો. સરોજ દુગ્ગલ (એશિયન તથા એથનિક માઈનોરિટી મહિલાઓની સેવાઓ બદલ, વેસ્ટ મિડલેન્ડ્ઝ), ગોપાલ ક્રિષન દુગ્ગલ (ફાઉન્ડર અને સોલિસિટર, ગુપ્તા એન્ડ પાર્ટનર્સ, હર્ટફર્ડશાયર), મનદીપ કૌર (આર્મ્ડ ફોર્સીઝના શીખ ચેપ્લેઈન, બર્મિંગહામ), નિશા સુજાતા કેટોના (ફાઉન્ડર એન્ડ ડાયરેક્ટર, મોગલી સ્ટ્રીટ ફૂડ ગ્રુપ લિ., મર્સિસાઈડ), બલરાજ ટંડન (બિઝનેસ તથા કોમ્યુનિટીની સેવાઓ બદલ, સાઉથ લંડન), ચંદ્રમોહન ત્રિખા (ભૂતપૂર્વ ડાયરેકટર ઓફ ડિસ્ટ્રિબ્યુશન પર્ફોર્મન્સ, એસએસઈ, બર્કશાયર) તથા કુલજીત કૌર સાગૂ (ચેર, હોમ ઓફિસ જેન્ડર ઈક્વોલિટી નેટવર્ક, ડર્બીશાયર) નો સમાવેશ થાય છે.
અન્ય એમબીઈ સન્માનિતોમાં રોમાનીઆમાં બ્રિટિશ બિઝનેસ કોમ્યુનિટીની સેવાઓ તેમજ ચેરિટી બદલ સજ્જાદ હૈદર રિઝવી, સબ્રિના બાનુ (રીલેશનશિપ સર્પોર્ટ મેનેજર, બાર્કલેઝ, લંડન), અબુલ કલામ આઝાદ ચૌધરી (ફાઉન્ડર, આઝાડ ચૌધરી એકેડેમી એન્ડ વેલફેર ટ્રસ્ટ, બર્મિંગહામ), જમશેદ એહમદ (ઈમિગ્રેશન ઓફિસર, લંડન એન્ડ સાઉથ, હોમ ઓફિસ), ફતેહા એહમદ (વેલ્સ, કાર્ડિફ), રીઆઝ અલિદિના (લોયડ્ઝ બેંકિંગ ગ્રુપ, હેડ ફાયનાન્સિયલ ઈન્સ્ટીટ્યુશન્સ બિઝનેસ રિસ્ક, હર્ટફર્ડશાયર), તારિક મહમૂદ દાર (બ્રેન્ટ, લંડનમાં કોમ્યુનિટી સેવાઓ તથા ચેરિટી), મેહમૂદા ડ્યુક, ડીએલ (ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર, મૂસા ડ્યુક સોલિસિટર્સ, લેસ્ટરશાયર), ઝફર ઈકબાલ હક (પબ્લિક અને પોલિટિકલ સર્વિસ, ઓડબી, લેસ્ટરશાયર), મોનોજહા પોલી ઈસ્લામ (ચેરિટી તથા યુકે બંગલાદેશી કોમ્યુનિટીની સેવાઓ, બેડફર્ડશાયર), મોહમદ મુઆઝ ખાન (ફાઉન્ડર, ઈદ અનરેપ્ડ, કન્વીનર, પબ્લિક સર્વિસ યુથ ફાઉન્ડેશન, ગ્રેટર માન્ચેસ્ટર), પ્રોફેસર વાલ્સા કોશી (પ્રોફેસર એમેરિટસ, બ્રુનેલ યુનિવર્સિટી, લંડન – ટ્વીકનહામ, મિડલસેક્સ), જમીલા કોસર (માન્ચેસ્ટર ઈસ્લામિક હાઈ સ્કૂલ ફોર ગર્લ્સના સિનિ. લીડરશિપ ટીમના મેમ્બર, ગ્રેટર માન્ચેસ્ટર), મુફતી હેલાલ મહમૂદ (ઓલ્ધામ, ગ્રેટર માન્ચેસ્ટર), રીફત મલિક (લીડ્ઝ, વેસ્ટ યોર્કશાયર), ડો. પ્રોફેસર ઝેનોબીઆ નાદિરશા (કન્સલ્ટન્ટ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ, લંડન), તમસિન એમ્મા પાર્લર (કોફાઉન્ડર અને જોઈન્ટ ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર, વીમેન્સ સ્પોર્ટ ટ્રસ્ટ, લંડન), મોહમદ રિદવાન એહમદ રફીક (ઈમિગ્રેશન એન્ફોર્સમેન્ટ, હોમ ઓફિસના ડાયવર્સિટી એન્ડ ઈક્લુઝન મેનેજર, વેસ્ટ મિડલેન્ડ્ઝ), ફર્શિદ રઉફી (સ્ટેશન કમાન્ડર, કેમ્બ્રિજશાયર ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસીઝ), વાહિદા શફી (બ્રેડફર્ડ, વેસ્ટ યોર્કશાયર), યુસુફ મોહમદ તાઈ (કોફાઉન્ડર, પબ્લિક સર્વિસ યુથ ફાઉન્ડેશન, બોલ્ટન, ગ્રેટર માન્ચેસ્ટર), મામુન ઉર રશિદ (ગ્લાસગો), ફઈઝા વૈદ (એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર, મુસ્લિમ વીમેન્સ નેટવર્ક, યુકે – બર્મિંગહામ), પરવેઝ બદરૂદ્દીન (એક્ટીંગ કેપ્ટન, આર્મી કેડેટ ફોર્સ), સોહૈલ ઈફરાઝ (એડજુટાન્ટ જનરલ્સ કોર્પ્સ, સ્ટાફ એન્ડ પર્સનલ સપોર્ટ બ્રાન્ચ), મેજર મેન્ડી ઈસ્લામ (રોયલ આર્મી મેડિકલ કોર્પ્સ) તથા સઈદ એટ્ચા (બોલ્ટન, ગ્રેટર માન્ચેસ્ટર) નો સમાવેશ થાય છે.
ડીબીઈની યાદીઃ ગુરિન્દર સિંઘ જોસન (પોલિટિકલ સર્વિસ, વેસ્ટ મિડલેન્ડ્ઝ) તથા ડો. શ્રીદેવી કાલિન્દી (શ્રીદેવી વેગાસણા, કન્સલ્ટન્ટ સાઈકીઆટ્રિસ્ટ, મોડસ્લે એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટ, સાઉથ લંડન), સંગીતકાર નિતિન સહાની, રૂથ મિસ્કિન -ઓબીઈ (લંડન) તથા મુસ્તફા સુલેમાન (લંડન) નો સમાવેશ થાય છે.
બીઈએમની યાદીઃ જગદેવ સિંઘ માવી (શીખ કોમ્યુનિટીની સેવાઓ, વોલસોલ, વેસ્ટ મિડલેન્ડ્ઝ) તથા લલિત મોહન નાગપાલ (નોર્થ લંડનમાં વૃદ્ધો તથા એશિયન કોમ્યુનિટીની સેવાઓ બદલ), એલ્વિન ઈસાક કાલિચરણ (નોર્થોલ્ટ, મિડલસેક્સ), કેથલીન નોલાન (લિવરપુલ, મર્સીસાઈડ) તથા શબનમ સબિર (ઓક્સફર્ડ) નો સમાવેશ થાય છે.
પ્રિન્સ ઓફ વેલ્સ અને ડચેસ ઓફ કોર્નવોલના નિવાસે શેફ તરીકેની સેવાઓ બદલ મીરા પરીખ ટોર્કીને રોયલ વિક્ટોરીઅન મેડલ આપવાની જાહેરાત કરવામાં આવી છે.