મુખ્‍યમંત્રી આનંદીબહેન પટેલે દક્ષિણ ગુજરાતની ઉદ્યોગનગરી વાપીમાં નગર સુખાકારીના વિવિધ રૂા.૫૯.૭૫ કરોડના પ્રકલ્‍પોના લોકાર્પણ, ખાતમુહૂર્ત સંપન્ન કર્યા હતા.રાજ્‍યમાં નગરો, ગામોના નાગરિકોને સુવિધાસભર જીવન આપવા મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના તથા ગૃહ યોજના અંતર્ગત સઘન આયોજન આ સરકારે હાથ ધરીને સૌના સાથ, સૌના વિકાસને નવો ઓપ આપ્‍યો છે . તેમણે નગરો, મહાનગરોમાં ડ્રેનેજ યોજના અને પાણી પુરવઠા યોજના અંતર્ગત આવરી લેવા રાજ્‍ય સરકારે ૧૬૧ નગરપાલિકાઓમાં કરોડો રૂપિયાની ગ્રાંટ ફાળવી છે. Gujarat ની ૧૬૧ નગરપાલિકાઓ ઑપન ડેફિકેશન ફ્રી બનાવાશે .આનંદીબેન પટેલે ગામ હોય કે નગર એક પણ ઘર શૌચાલય વિહોણું ન રહે તે માટેની જનઝૂંબેશને સફળ બનાવી, ગુજરાતને ખૂલ્‍લામાં શૌચક્રિયામૂક્‍ત રાજ્‍ય બનાવવા હાંકલ કરી હતી.
રાજ્‍યના નગરો, શહેરોમાં માર્ગો, પૂલો, આરોગ્‍ય સેવાઓ સહિત પાણી પુરવઠો, અને સિટી બ્‍યુટિફિકેશનના કામોમાં જનભાગીદારી જોડીને નાગરિક સેવાઓમાં પોતિકાપણાંનો ભાવ જગાડયો છે. તેમણે ઉમેર્યું કે, નાગરિકોની સુવિધાઓ સરકાર પૂરી પાડે તે તેનું દાયિત્‍વ છે, પરંતુ નાગરિકોએ પણ સિટીઝન, નૈતિક ફરજ સમજી તેનું યોગ્‍ય જતન જાળવણી કરવા જોઇએ. આનંદીબહેને આવો નાગરિક કર્તવ્‍યભાવ બાળપણથી જ પ્રેરિત થાય તે માટેનું આહ્‍વાન કર્યું હતું. વાપીને ઔદ્યોગિક ગતિ, પ્રગતિનું કેન્‍દ્ર ગણાવી ઉમેર્યું કે, દેશના મોટાભાગના રાજ્‍યોના, પ્રદેશોના લોકો અહીં રોજગાર, વ્‍યવસાય માટે વસ્‍યા છે, તે અર્થમાં લઘુભારતના અહીં દર્શન થાય છે.ઔદ્યોગિક વિકાસ સાથે પર્યાવરણ જાળવણી અને નાગરીક સુવિધાલક્ષી કામોની વૃદ્ધિમાં પણ આ જનસહાય મળે તેવી અપેક્ષા તેમણે દર્શાવી હતી.
ગુજરાત સર્વાંગી વિકાસ સાથે બેસ્‍ટ ટુરિઝમ ડેસ્‍ટિનેશન, બેસ્‍ટ ફિલ્‍મ પ્રમોશન ડેસ્‍ટિનેશન, અને જાહેર સેવાઓ, સોશ્‍યલ મીડિયામાં આઇ.ટી.ટેકનોલોજીના વિનિયોગ કરનારા શ્રેષ્‍ઠ રાજ્‍યના ઍવોર્ડ મેળવનારું ગૌરવ રાજ્‍ય બન્‍યું છે તેમ પણ તેમણે આ અવસરે જાહેર કર્યું હતું. તેમણે નગરો, મહાનગરોમાં ડ્રેનેજ યોજના અને પાણી પુરવઠા યોજના અંતર્ગત આવરી લેવા રાજ્‍ય સરકારે ૧૬૧ નગરપાલિકાઓમાં કરોડો રૂપિયાની ગ્રાંટ ફાળવી છે તેમ જણાવ્‍યું હતું.આનંદીબેન પટેલે ગામ હોય કે નગર એક પણ ઘર શૌચાલય વિહોણું ન રહે તે માટેની જનઝૂંબેશને સફળ બનાવી, ગુજરાતને ખૂલ્‍લામાં શૌચક્રિયામૂક્‍ત રાજ્‍ય બનાવવા હાંકલ કરી હતી. મુખ્‍યમંત્રીએ કહ્યું કે, આવા માળખાકિય સુવિધાના કામો માટે નાણાંની કોઇ કસર સરકાર છોડશે નહીં. તેમણે નગરપાલિકાઓ, મહાપાલિકાઓ જનસુખાકારીના ઇનોવેટીવ પ્રોજેક્‍ટસ શરૂ કરે તો તેને પણ જનહિતાર્થે રાજ્‍ય સરકાર પ્રોત્‍સાહન પુરૂ પાડશે તેમ જણાવ્‍યું હતું.

LEAVE A REPLY

fourteen + 1 =