વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને ઘાયલ થયેલા લોકો માટે દુખ વ્યક્ત કર્યુ અને વળતર આપવાની પણ જાહેરાત કરી છે.કુદરતી મુશ્કેલીથી થયેલા નુકસાન પર ચિંતા વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યુ કે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ અને તોફાનના કારણે થયેલા નુકસાનથી ખુબ દુખી છુ. બધાના પરિવાર સાથે મારી સંવેદના છે.તે સિવાય પણ વડાપ્રધાન કાર્યાલયના ટ્વિટર હેન્ડલ પરથી વળતરની જાહેરાત કરવામાં આવી છે. તેમાં લખ્યુ છે કે ગુજરાતના જે લોકોના તોફાનના કારણે મોત થયા છે, તે બધા જ પરિવારને 2 લાખ રૂપિયા વળતર અને જે લોકો ઘાયલ થયા છે તે બધા જ લોકોને 50 હજાર રૂપિયાની મદદ કરવામાં આવશે.