ગુજરાતી નાટકોના જાણિતા અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા અભિનિત ફિલ્મ ‘ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ’ તાજેતરમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક કમાણી કરી લીધી છે. તે ઉપરાંત આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી ઝડપી બિઝનેસ કરનારી ફિલ્મ બની છે. અત્યાર સુધીમાં મળતાં આંકડા પ્રમાણે આ ફિલ્મે 10 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હોય તેવું સુત્રો જણાવી રહ્યાં છે. ત્યારે ફિલ્મ રિલિઝ થતાં હજી બે અઠવાડિયા જ થયાં હોઈ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મ રિલિઝ થઈ તેના કરતાં બીજા સપ્તાહમાં દર્શકોનો સિનેમાગૃહોમાં વધુ ઘસારો જોવ મળ્યો હતો. દિગ્દર્શક અને નિર્માતાનું કહેવું છે કે હવે ડિસ્ટ્રીબ્યુટરો સામેથી આ ફિલ્મને દર્શાવવા માટે સંપર્ક કરી રહ્યાં છે. આ ફિલ્મમાં ત્રાસવાદનો મુદ્દો હોવાથી દુબઈમાં તેની પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. યુએઈના સેન્સરબોર્ડે આ ફિલ્મને રિઝેકટ કરી નાંખી હતી. જ્યારે આ ફિલ્મમાં જ્યાં પણ પાકિસ્તાન શબ્દ આવતો હતો ત્યાં મ્યુટ કરીને તેને ફરીવાર દર્શાવવાામાં આવતાં સારો પ્રતિસાદ સાંપડ્યો હોવાનું ફિલ્મના સુત્રો જણાવી રહ્યાં છે.