ઘોઘા-દહેજ રો રો ફેરી પ્રોજેક્ટ 2017માં કાર્યરત થાય તેવી શક્યતા

0
535

સમગ્ર સૌરાષ્ટા્રના વિકાસ માટે મહત્વાકાંક્ષી પ્રોજકેટ ઘોઘા-દહેજ રો રો ફેરી સર્વિસના કામને સાડા ચાર વર્ષ થઈ ગયા હોવા છતાં માંડ 70 ટકા કામ પૂરૂ થયું છે. જોકે છેલ્લા થોડા સમયથી આ કામને વેગ મળે પરંતુ ચોમાસાને પગલે ફરી એક વાર આ કામ ધીમું પડ્યું છે પરંતુ સંપૂર્ણ પ્રોજેક્ટ 2017માં પૂર્ણ થાય તેવી આશા સેવાઈ રહી છે.
સમગ્ર સૌરાષ્ટ્રની જેના પર મીટ મંડાયેલી છે. તેવા રાજ્યસરકારના બહુહેતુલક્ષી અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા ઘોઘા-દહેજ રોરો ફેરી સર્વિસ કે જે પ્રોજેક્ટની કામગીરીને સાડા ચાર વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ પણ ૭૦ ટકા જેટલું જ કામ પૂર્ણ થયું છે. ત્યારે ૨૨૩.૫૩ કરોડના ખર્ચે નિર્માણ થઇ રહેલી ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસની સંપૂર્ણ કામગીરી માર્ચ-૨૦૧૭ માં પૂર્ણ થાય તેવી આશા સેવાઈ રહી છે.
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ પ્રોજેક્ટનું તા.25 જાન્યુ.2012ના રોજ ઘોઘા ખાતે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. મોદીએ આ યોજના 15 માસમાં પૂર્ણ થઇ જશે તેવા વચનો આપ્યા હતા. પરંતુ વચનો અને વાસ્તવિક્તા વચ્ચેનો તફાવત પૂર્ણ થતો નથી. આ યોજનાનું કામ એસ્સારને આપવામાં આવેલ છે. ત્યારે નાણાકીય મુશ્કેલીના કારણે મહિનાઓ સુધી કામો બંધ રહ્યા હતા જો કે રહી રહીને સરકાર દ્વારા આ પ્રોજેક્ટમાં બાહોશ અધિકારીને મૂકતા છેલ્લા એક વર્ષથી આ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. છતાં પણ ઘોઘા-દહેજ ફેરી સર્વિસમાં ૭૦ ટકા જેટલી જ કામગીરી પૂર્ણ થઇ છે, જો કે હાલ આ કામગીરી ધીમી પડી ગઈ છે અને તેનું કારણ ચોમાસુ છે.
રો-રો ફેરી સર્વિસના લાભની જો વાત કરીએ તો આ રો-રો ફેરી સર્વિસ શરૂ થતા જ સમગ્ર સૌરાષ્ટ્રના પરિવહનના સમયમાં ખૂબ જ ફેર પડી જશે. દક્ષિણ ગુજરાત અને ભાવનગરથી જે જમીની અંતર ૩૪૦ કિમી છે જે અંતર કાપવામાં આશરે ૭ઃ૩૦ કલાક જેટલો સમય લાગે છે જે આ યોજના શરૂ થયા બાદ ઘટીને 1 કલાકને 30 મિનિટ થઈ જશે એટલે કે દરિયાઈ અંતર ફક્ત ૩૦ કિલોમીટરનું રહેશે. આ પ્રોજેક્ટ શરૂ થયા બાદ રો-રો ફેરી દ્વારા આશરે ૧૦૦ જેટલી માલવાહક ટ્રકો-પેસેન્જર બસ -૧૫૦ કાર તથા ૫૦૦ જેટલા મુસાફરો ઘોઘા-દહેજ વચ્ચે દરિયાઈ માર્ગે હેરફેર થઇ શકશે.

LEAVE A REPLY

13 − 4 =