ઇસરોએ ચંદ્રયાન-2 મિશનની તસવીરો જારી કરી છે. ચંદ્રયાન-2ને 9થી 16 જુલાઇ વચ્ચે છોડવામાં આવશે. ચંદ્રયાન-2માં એક પણ પેલોડ વિદેશી નથી. તમામ હિસ્સા સંપૂર્ણ રીતે સ્વદેશી છે.

જેમ જેમ ચંદ્ર પર પોતાનું રોવર ઉતારવા માટેના ભારતના મહત્વાકાંક્ષી સ્પેશ મિશન ચંદ્રયાન-2ને લોન્ચ કરવાની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ લોકોનો ઉત્સાહ વધી રહ્યો છે.

ચંદ્રયાન-2 મિશનના ત્રણ મોડ્યુલ્સમાં એક ઓર્બિટર, લેન્ડર અને એક રોવર છે જેમને લોન્ચ વ્હીકલ GSLV MK-III રોકેટ અવકાશમાં લઇ જશે. ખાસ વાત એ કે આ રોકેટ પણ ભારતે સ્વદેશી ધોરણે બનાવ્યું છે. ચંદ્રયાન-2ના લેન્ડરને વિક્રમ અને રોવરને પ્રજ્ઞાન નામ આપવામાં આવ્યું છે.