કોરોનાની વૈશ્વિક મહામારીમાં સરકારની અનલોક-૪ની ગાઈડ લાઈન મુજબ અમુક છુટછાટો જાહેર કરવામાં આવતા રાજ્યનાં ગિરિમથક સાપુતારાનાં ગવર્નર હિલ ખાતે છેલ્લા ૪ મહિના પછી પ્રવાસીઓની ચહલપહલ જોવા મળી રહી હતી. ચાર મહિનાથી ગિરિમથક સાપુતારાનાં સનરાઈઝ હિલ પોઈન્ટ અને ગવર્નર હિલ પ્રવાસી વગર સુમસામ બન્યા બન્યાં હતા. સાપુતારામાં પ્રતિબંધિત પ્રવાસન સ્થળો પરથી પ્રતિબંધ હટાવી લેતાં પ્રવાસીઓ ગેલમાં આવી ગયા હતા. સાપુતારામાં અનેક જગ્યાએ ચોમાસા દરમિયાન નાના મોટા ધોધ શરૂ થયા છે. જેનો નજારો જોવાનું લોકો માટે સ્વપ્ન જેવું બન્યું હતું,