છત્તીસગઢનાં નક્સલવાદથી પ્રભાવિત સુકમા જિલ્લામાં નક્સલવાદીઓએ વિસ્ફોટક સુરંગમાં બ્લાસ્ટ કરીને એન્ટી લેન્ડમાઈન વ્હીકલને ઉડાવી દીધું છે. આ ધટનામાં સીઆરપીએફનાં આઠ જવાનો શહિદ થયા હોવાની જાણકારી મળી રહી છે. સતેમજ બીજા કેટલાક જવાનોને પણ ઈજા પહોંચી છે.  સીઆરપીએફનાં અધિકારીઓએ જણાવ્યું કે કિસ્ટારામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલવાદીઓએ બ્લાસ્ટ કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે આજે સીઆરપીએફનાં ૨૧૨મી બટાલિયનનાં જવાન એન્ટી લેંડમાઈન વ્હીકલમાં સવાર ખઈને રવાના થયા હતાં. જ્યારે તે કિસ્ટારામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પહોંચ્યા ત્યારે નક્સલવાદીઓએ કરેલા એક શક્તિશાળી બ્લાસ્ટથી જવાનો પર હુમલો કર્યો હતો. જેમાં આઠ જવાનો ઘટના સ્થળે જ  શહીદ થઈ ગયા હતાં. આ પહેલા ફેબ્રુઆરીમાં સુકમામાં પોલીસ અને નકસલીઓ વચ્ચે થયેલી અછડામણમાં બે પોલીસ જવાન શહીદ થયા હતા તેમજ અન્ય છ પોલીસોને ઈજાગ્રસ્ત પહોંચી હતી. ગયા વર્ષે ડિસેમ્બર મહીનામાં સુકમા જિલ્લાનાં કોંટા પોલીસ સ્ટેશનની પોલીસ સુરક્ષા કર્મીઓ સાથે મળીને શુક્રવારે સર્ચિંગ ઓપરેશન હાથ ધરીને એક ડઝન નકસલીઓની ધરપકડ કરી દીધી હતી. તેમની પાસે ધારદાર હથિયારો ઉપરાંત ભારે બંદૂકો પણ હાથ લાગી હતી.