કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ શુક્રવારે ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરમાં કોંગ્રેસ ઉમેદવાર લલિતેશ ત્રિપાઠીના સમર્થનમાં રોડ શો અને નુક્કડ સભા કરી. આ દરમિયાન પ્રિયંકાએ વડાપ્રધાન મોદી પર કટાક્ષ કર્યો. તેઓએ કહ્યું કે, “તમે દુનિયાના સૌથી ઉમદા અભિનેતાને પોતાના PM બનાવી દીધા છે. આનાથી સારૂ હોત કે તમે અમિતાભ બચ્ચનને જ વડાપ્રધાન બનાવી દીધા હોત. તમારા માટે કોઈએ કંઈ કરવાનું તો હતું નહીં.”
પ્રિયંકાએ કહ્યું કે, “તેમનામાં ખેડૂતો સાથે વાત કરવાની હિંમત જ નથી? કેમકે, ખેડૂતો માટે કંઈ જ નથી કર્યુ. હું તો કહું છું તેઓ નેતા નહીં અભિનેતા છે. હવે પ્રચારનો સમય આવ્યો તો શું કરવું, ચૂંટણીનો સમય છે કંઈને કંઈ તો કરવું જ છે. 15 લાખ રૂપિયાનો વાયદો કર્યો હતો. બાદમાં તેમની પાર્ટીના અધ્યક્ષે કહ્યું કે આ તો ચૂંટણી જુમલાઓ હતા. કોંગ્રેસ મહાસચિવે કેન્દ્રની ખેડૂત સન્માન યોજનાને પણ આડે હાથ લીધી.
તેઓએ કહ્યું કે, “ચૂંટણી આવી તો ભાજપે નવી વાર્તા ખેડૂતો માટે બનાવી. આ વાર્તા છે ખેડૂત સન્માન યોજના. તમારા ખાતામાં બે-બે હજાર રૂપિયા આવશે. ક્યાં 15 લાખના સપનાં અને ક્યાં બે હજારની હકિકત. બે રૂપિયા નાંખ્યા, તો ગત સપ્તાહેથી કાઢવાનું પણ શરુ કરી દીધું છે.” પ્રિયંકાએ જનસભામાં ઊભેલી એક મહિલાને પૂછ્યું કે તમારા પરિવારમાં કેટલાં સભ્યો છે? તેને જવાબ આપ્યો- 10. એક રૂપિયો માટે એક માટે ત્યારે તમે જ કહો કે ખેડૂત સન્માન યોજના છે કે અપમાન યોજના. એક રૂપિયો, એક સભ્ય માટે. વડાપ્રધાનની ભેટ ખેડૂતો માટે આને કહેવાન ખેડૂત સન્માન યોજના.