લંડનના વેમ્બલી ખાતે ગયા સપ્તાહે રામકથા યોજાઈ ગઈ. મોટી સંખ્યામાં યુકેવાસીઓએ આ જાણીતા ગુજરાતી કથાકારના મુખે કથાનું રસપાન કર્યું હતું. લંડનના વેમ્બલી ખાતે થઈ રહેલી રામ કથા દરમિયાન મોરારિબાપુએ 15મી ઓગસ્ટે ભારતના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ત્યાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને ધ્વજવંદન કર્યું હતું. તે ઉપરાંત આ જ દિવસે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમીના પર્વની પણ કથા દરમિયાન ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બાપુએ સૌને આ પ્રસંગે શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કથાની શરૂઆત કથાના કેન્દ્ર બિંદુ માનસ મહિમ્નથી કરી હતી. આ અગાઉ 13મી ઓગસ્ટના રોજ ગુજરાતના જાણીતા કવિઓ અને સાહિત્યકારોએ ખાસ કરીને અંકિત ત્રિવેદી, જય વસાવડા અને રઘુવીર ચૌધરી પણ વેમ્બલીમાં લોકોને ગુજરાતી સાહિત્યથી રસતરબોળ કર્યાં હતાં.
બાપુએ રાષ્ટ્રધ્વજ ફરકાવવા અંગે એવું પણ કહ્યું હતું કે મારા દેશનો ધ્વજ નાના બાળકો ફરકાવે તો એનાથી મોટું કોઈ કર્મ નથી કારણ કે બાળકોના હાથ જેટલા સાફ હોય છે એટલા અન્યના નથી હોતા.
બાપુએ કથાની શરૂઆત કરતાં કહ્યું હતું કે આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આપણા દેશ ભારતમાં ગોવિંદ પ્રગટ થયાં, વૃંદાવનમાં રાધા અને કૃષ્ણ રાસ રમતાં હતાં. વિશ્વમાં સ્નેહ, પ્રેમ અને કરૂણા સ્થિર રીતે પ્રસરતી રહે એવી પ્રાર્થના હું ભગવાનને કરુ છું.
બાપુએ ઉમેર્યું હતું કે આપણે માત્ર દેશમાં રહેનારા નહીં પણ પ્રવાસી છીએ, આપણે જયહિંદ બોલો કે કે જયભારત બોલો એ આપણું ગૌરવ છે, પણ વિનોબા ભાવે એ આ પંક્તિને જય જગત નામ આપ્યું હતું. જ્યારે તુલસીદાસ એવું કહી ગયા છે કે અયોધ્યામાં એક સુંદર પંક્તિ બોલવામાં આવતી હતી. તે હતી જય જીવ. જડ ચેતન પ્રાણી માત્રની જય હો. ત્યાર બાદ બાપુએ સાત્વિક અને તાત્વિક ચર્ચાઓને આગળ વધારીને કથાનું રસપાન કરાવ્યું હતું.

LEAVE A REPLY

12 + 9 =