આગામી ૨૬ ઓક્ટોબરથી ૭ નવેમ્બર દરમિયાન રાજ્યભરમાં રવિ કૃષિ મહોત્સવ યોજવાની જાહેરાતનાં માત્ર ૨૪ કલાકમાં જ આ મહોત્સવને રદ કરવાનો નિર્ણય કરાયો છે. સરકાર દ્વારા જિલ્લા કલેક્ટરોને પરિપત્ર કરીને તેની જાણ કરી દેવાઇ છે. એક દિવસની અંદર સરકારે શા માટે પોતાના નિર્ણયમાંથી શિર્ષાસન કરવાની ફરજ પડી તેની કોઇ સતાવાર જાહેરાત કરાઇ નથી. પંરતુ સૂત્રો કહે છે કે પાટીદારોને આંદોલનથી ઉભી થયેલી સ્થિતિ સરકારને સતાવી રહી છે. સોમવારે સરકારે સતાવાર રીતે જાહેરાત કરી હતી મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રવિ મહોત્સવ યોજવાની જાહેરાત કરાઇ હતી ત્યાર બાદ મંગળવારે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા તમામ જિલ્લા કલેક્ટરોને રવિ કૃષિ મહોત્સવને મુલતવી રખાયાનો પરિપત્ર મોકલી અપાયો છે. જેમાં જણાવાયું છે કે, સરકારના આદેશ અંતર્ગત તા.૨૬ ઓક્ટોબરથી ૭ નવેમ્બર દરમિયાન યોજાનારા આ મહોત્સવને હાલ પૂરતો મુલતવી રાખવામાં આવે છે. નવી તારીખોની જાહેરાત હવે પછી કરાશે.

LEAVE A REPLY

15 − 10 =