કોંગ્રેસ વર્કિંગ કમિટી(CWC)ની બેઠક બાદ અડાલજ ખાતે યોજાયેલી વિશાળ જાહેર સભાને સંબોધિત કરતાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, આજે દેશમાં જે કઈ થઈ રહ્યું છે, એનાથી ખૂબ દુખ થાય છે. તમારી(લોકો) જાગૃતિ એક હથિયાર છે. આ એવું હથિયાર છે, જે કોઈ ‘ચોટ’ પહોંચાડતું નથી, આપણે કોઈને નુકસાન પહોંચાડવું નથી. પ્રિયંકા ગાંધીએ ગુજરાતમાં પોતાના પ્રથમ ભાષણમાં એમ પણ કહ્યું કે, તમારી જાગૃતિ જ દેશને બનાવશે. એ તમારી જવાબદારી છે, એમાં તમારી દેશભક્તિ પ્રગટ થવી જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું કે,સારા મુદ્દો ઉઠાવો અને સાચા પ્રશ્ન પૂછો. પ્રિયંકા ગાંધી ફાલતુ મુદ્દાથી બચવાની સલાહ લોકને આપી હતી. પ્રિયંકા ગાંધીએ ભારપૂર્વક કહ્યું કે, પ્રશ્ન પૂછો, જે બે કરોડ નોકરીનું વચન આપ્યું હતું, એનું શું થયું ? મહિલાઓની સુરક્ષાના વચનનું શું થયું ? બેંક ખાતામાં 15 લાખ રુપિયાના વચનનું શું થયું ? કયાં છે ? પ્રિયંકા ગાંધી ઉષ્માભર્યા સ્વાગત બદલ ગુજરાતના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.