બુધવારથી  ભારત અને જાપાનના વડાપ્રધાન બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ સમયે રાજ્યનાં મુખ્ય સચિવ જે.એન. સિંહે  જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેનનાં પ્રોજેક્ટ માટે જાપાન તરફથી ભારતને 88 હજાર કરોડની સોફ્ટ લોન અપાશે, એટલું એટલું નહીં અલંગ શીપયાર્ડ માટે 600 કરોડની તેમજ ઔદ્યોગિક વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ માટે 1000 કરોડ રૂપિયાની સોફ્ટ લોન આપશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી અને રેલવે મંત્રી પિયુષ ગોયલ તેમજ વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ પણ આવી રહ્યા છે. 14મીએ મહાત્મા મંદિરમાં બન્ને દેશનાં ટોચનાં 5000 જેટલા ડેલિગેટ્સ ભાગ લેશે. જે સ્થળે જાપાનની કંપનીઓ માટે ઈન્ડસ્ટ્રીયલ ટાઉનશીપ બનશે તે પણ જાપાન દ્વારા જ બનાવાશે. આ માટે GIDC દ્વારા જમીન અપાશે. તેઓએ ઉમેર્યું કે ઈલેક્ટ્રીક બેટરી બનાવવાનાં પ્લાન્ટમાં ટોયોટા 1000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ પાંચ વર્ષ સુધી ચાલશે. તેમાં પણ રોજ 20 હજાર જેટલા કારીગરોને રોજગારી મળશે.  બન્ને વડાપ્રધાનની બે દિવસની મુલાકાત માટે સરકારી તંત્ર તડામાર તૈયારીઓમાં વ્યસ્ત છે.

LEAVE A REPLY