જિરાફની લાંબી ડોકનું રહસ્ય શોધાયું

0
580

જિરાફની બધા જ પ્રાણીઓ કરતા સૌથી લાંબી ડોક શા માટે ધરાવે છે તેનું રહસ્ય શોધવામાં વૈજ્ઞાાનિકોને સફળતા મળી છે.જિરાફની ડોક બે મીટર જેટલી લાંબી હોવાથી મગજના કોશોમાં લોહીનો પુરવઠો જાળવી રાખવા તેના હ્વદયે ભારે મહેનત કરવી પડે છે. આથી જ તો સામાન્ય રીતે સસ્તન પ્રાણીઓ કરતા જિરાફનું બ્લડ પ્રેશર બમણું હોય છે. જિરાફની ડોક તથા શરીરની રચના ચાર્લ્સ ડાર્વિનથી માંડીને આધુનિક જીવશાસ્ત્રીઓ માટે પણ રસપ્રદ વિષય રહયો છે.

ઉત્ક્રાંતિવાદનો પ્રણેતા ડાર્વિનનું માનતા હતા કે દુષ્કાળમાં ઊંચે સુધી વૃક્ષોના પાન અને ફળ ખાવાના વારંવારના પ્રયત્નના કારણે જિરાફની ડોક લાંબી થઇ ગઇ છે. જેને સામાન્ય રીતે ઉપાર્જિત લક્ષણોને આનુંવાશિકતાપણું કહેવાય છે. જોકે ડાર્વિનની આ વાતને આજથી 100 વર્ષ પહેલા જીવવિજ્ઞાાનીઓએ એટલા માટે નકારી હતી કે એમ તો કેટલાક જળચર પક્ષીઓની પણ ડોક લાંબી હોય છે. જોકે હવે જિરાફના જીન્સની નિકટતા ધરાવતા ઓકાપીના જેનોમ સાથે તુલના કરતા વૈજ્ઞાાનિકો જિરાફના શરીરની રચના અંગેના રહસ્યને શોધવાની નજીક પહોંચ્યા છે.
જિરાફના શરીરના આકાર અને લોહીના પરીભ્રમણ માટે જવાબદાર મર્યાદિત સંખ્યામાં જણાતા જિનોમને વૈજ્ઞાાનિકોએ પણ ઓળખી લીધા છે.
આ સંશોધનમાં એમ પણ જાણવા મળ્યું છે કે જિરાફની લાંબી ડોકને લોહીનો પુરવઠો પુરો પાડનાર મજબૂત હ્વદયનો વિકાસ ખૂબજ ઓછા સમયમાં થયો છે. મજબૂત હ્દય તેના કંકાલતંત્રની સાથે જ વિકસિત થયું છે. જોકે તેમ છતાં જિરાફની ડોક આટલી લાંબી કેમ થઇ તે શોધવાનું બાકી છે.

LEAVE A REPLY

one × 3 =