ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસ્ (જીએસટી)ના વિરોધમાં કાપડ ઉદ્યોગ સજ્જડ બંધ પાળ્યા બાદ હવે હીરા ઉદ્યોગે પણ જીએસટી સામે આંદોલન શરૂ કર્યું છે. સુરતના ડાયમંડ ઉદ્યોગે પણ જીએસટી નહી સ્વીકારવાની જાહેરાત કરીને આંદોલનનો પ્રારંભ કર્યો હતો. હીરા પર લાગતા જીએસટીને નાબૂદી સમિતિની રચના કરીને તા. ૧૭મીના રોજ એક દિવસીય બંધ પાડવાનો નિર્ણય કર્યો હતો. હીરા ઉદ્યોગમાં રફ ડાયમંડ પર ૦.૨૫ ટકા પોલીશ્ડ ડાયમંડ પર ૦.૨૫ ટકા, પોલીશ્ડ ડાયમંડ પર ૩ ટકા અને ડાયમંડ જોબવર્ક પર ૧૮ ટકા જીએસટીનો દર લાગુ કરવામા આવ્યો છે. હીરા પર લાગતા જીએસટી નાબૂદ સમિતિની રચના કરીને ૧૭મીને શનિવારે એક દિવસના બંધનું એલાન આપવામાં આવ્યું હતું. હીરા ઉદ્યોગ પર લાગુ કરવામાં આવેલા આ દર સામે ઉદ્યોગમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે અને જીએસટીનો વિરોધ કરવા સુરતના હીરાના કારખાનેદારોએ શુક્રવાર, 16 જૂને સુરત ડાયમંડ એસોસીએશનના પ્રમુખ દિનેશભાઈ નાવડિયાને આવેદનપત્ર આપી જીએસટીનો વિરોધ નોંધાવ્યો હતો.

LEAVE A REPLY

nine + ten =