મિસ વર્લ્ડ માનુષી છિલ્લર સલમાન ખાન સાથે ફિલ્મ ‘કિક ટુ’થી ડેબ્યુ કરવાની વાત હતી. પરંતુ હવે જાણવા મળેલ પ્રમાણે માનુષીના હાથમાંથી આ ફિલ્મ નીકળી ગઇ છે. કહેવાય છે કે, ફિલ્મ ‘કિક ટુમાં જેકવેલિનને પસંદ કરવામાં આવી છે.જોકે આ ફિલ્મમાં જેકવેલિને રોલ પોતાની ક્રેડિટના કારણે નહીં પરંતુ સલમાનની ભલામણને કારણે મળ્યો છે. ” જેકવેલિનને કોઇ પણપરિસ્થિતિમાં ‘કિક ટુ’માં કામ કરવાની ઇચ્છતી હતી. તેથી તેણે પોતે જ સલમાનને કહ્યું હતું. અભિનેતાએ નિર્માતા સાજિદ નડિયાદવાળાને જેકવેલિનના નામની ભલામણ કરી હતી. કહેવાય છે કે, આ પછી જેકવેલિનનું નામ આ ફિલ્મ માટે ફાઇનલ થઇ ગયું અને માનુષી છિલ્લરના હાથમાંથી આ ફિલ્મ નીકળી ગઇ,” તેમ એક સૂત્રે જણાવ્યું હતું. સાજિદ નડિયાદવાળાને ‘કિક ટુ’માં માનુષીને લેવાની ઇચ્ચા હતી. જોકે ૨૦૧૪માં રીલિઝ થયેલી મૂળ ફિલ્મમાં સલમાન અને જેકવેલિનની જોડી જોવા મળી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો.અભિનત્રીની સલમાન સાથેની છેલ્લી ફિલ્મ ‘રેસ ૩’ હતી. બોલીવૂડમાં જેકવેલિનને સલમાનની ઘણી નજીક માનવામાં આવે છે. સલમાનની ભલામણથી જ જેકવેલિનને ઘણી ફિલ્મોમાં કામ મળ્યું છે. તે હવે ડિજિટલ મીડિયામાં ડેબ્યુ કરવાની છે.