ફરાહ ખાનના નેટફ્લિક્સ માટેના પ્રોજેક્ટ ‘મિસીસ સીરિયલ કિલર’ની સાથે જેક્લિન ફર્નાન્ડિઝ ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરશે. આ એક્ટ્રેસ ડિજિટલ પ્લેટફોર્મ પર આવવાથી ખૂબ જ રોમાંચ અનુભવી રહી છે. તે કહે છે કે, ‘આ મારા માટે સાવ નવું ક્ષેત્ર છે. હું અત્યારે ‘મિસીસ સીરિયલ કિલર’ માટે કામ કરી રહી છું અને આ ડિજિટલ પ્લેટફોર્મ છે. જેનાથી હું ટેવાયેલી નથી. હું શુક્રવારે ફિલ્મ રિલીઝ અને સિનેમા હોલ્સથી ટેવાઈ ગઈ છું. એટલે આ મારા માટે નવી અને મજેદાર બાબત છે. શિરિષ કુંદર દ્વારા ડિરેક્ટેડ અને ફરાહ ખાન દ્વારા પ્રોડ્યૂસ્ડ ‘મિસીસ સીરિયલ કિલર’ એ એક થ્રિલર ફિલ્મ છે. જે આ વર્ષે રિલીઝ થશે. ફરાહ અનુસાર નેટફ્લિક્સ માટેની આ ઓરિજિનલ ફિલ્મમાં જેક્લિન સાવ નવા અવતારમાં જોવા મળશે.