અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ કરીને વિરોધોને નજરઅંદાજ કરીને બુધવારે મોડી રાતે જેરૂસલેમને ઈઝરાયલની રાજધાની જાહેર કરી છે.  તેમણે કહ્યું છે કે, અમેરિકા તેમની એમ્બેસી તેલ અવીવથી આ પવિત્ર શહેરમાં લાવશે. અમેરિકાએ હંમેશા દુનિયામાં શાંતિનો પક્ષ લીધો છે. સીમા વિવાદમાં ક્યારેય અમેરિકાનો કોઈ રોલ રહ્યો નથી.  અમેરિકા હંમેશા જેરૂસલેમને પવિત્ર જગ્યા માનતા આવ્યા છે. 1948માં અમેરિકી પ્રેસિડન્ટ હૈરી ટ્રૂમેન પહેલાં વર્લ્ડ લીડર હતા જેમણે ઈઝરાયલને માન્યતા આપી હતી. તેલ અવીવ સ્થિત અમેરિકી એમ્બેસીને જેરૂસલેમ લઈ જવાની અમેરિકાની જાહેરાત પછી અલકાયદા અને ઈસ્લામિક સ્ટેટે અમેરિકા પર હુમલો કરવાની ધમકી આપી છે.  ટ્રમ્પની જાહેરાત પછી જેહાદીઓને સમગ્ર દુનિયામાં હોબાળો કરવાનો મોકો મળી જશે. તેવામાં અલકાયદા અને આઈએસની ધમકી આ શંકાને બળ આપે છે. આતંક પર નજર રાખનારી અમેરિકી એજન્સી SITE ઈંટેલ ગ્રૂપની નિર્દેશક રીતા કાટ્જે તેમના ટ્વિટર એકાઉન્ટથી આ ધમકીને પોસ્ટ કરી છે. તેમણે કહ્યું છે કે, તેલ અવીવમાં આવેલી અમેરિકી એમ્બેસીને જેરૂસલેમ લઈ જવાની અમેરિકાની જાહેરાત સામે આતંકી ગ્રૂપ દ્વારા હુમલો કરવાનું આયોજન છે.