સદ્્ગુરુ ઃ આધુનિક સમયમાં માનવમગજ આશ્ચર્યોના બદલે માનસિક પીડા કે યાતનાના સ્ત્રોત તરીકે ઉત્તરોત્તર વધી રહેલ છે. કમનશીબે જાદુઇ કે કે ચમત્કારિક શક્તિનું સ્ત્રોત ગૂંચવાડાભર્યા ગરબડ ગોટાળાના સ્ત્રોતમાં તથા એક અદ્દભૂત ઉપકરણ કકળાટના ઉત્પાદક મશીનમાં ફેરવાયું છે.
માનવ મગજ આ ગરબડ ગોટાળા યાતનાદાયી તથા શંભુમેળાના સંમિશ્રણ રૂપ કે પછી સરકસ જેવું કેવી રીતે બન્યું? જ્ઞાન યોગ કે સમજ પામવાનો માર્ગ આધ્યાત્મિક્તા કે દિવ્યને પામવાનો સમયની એરણે પાર ઉતરેલો માર્ગ છે ત્યારે ખોટું ક્યાં થયું? શું આપણું મગજ આપણને આપણાં અંતિમ ગંતવ્યસ્થાન સુધી લઇ જવા સક્ષ્મ રહ્યું નથી. મગજનો કેવી રીતે ઉપયોગ કરવો તે જો જાણે તો માનવમાત્ર તેના આંતર જીવનની સજાવટના શિલ્પીની ક્ષમતા ધરાવે છે. અહિંયા મુશ્કેલી તે છે કે માનવ મગજ પોતાની સૂચના લેતું નથી. કે અનુસરતું નથી. કોઇ ગુફાવાસી કમ્પ્યુટર કી બોર્ડ ઉપર પંચીંગ કરતો હોય તો શું થાય તેની કલ્પના કરો. આ સ્થિતિમાં પરિણામ નીતિ ભ્રષ્ટ, ગંદુ ગોબરૂં કે બિભત્સ પણ આવી શકે. મોટાભાગના લોકોના તેમના મગજનો ઉપોયગ પણ આવું જ ચિત્ર ઉપસાવનારો નીવડતો હોય છે.
જ્ઞાન યોગી પણ તેની પોતાની સમજના ઉપયોગ સાથે શરૂઆત કરતો હોય છે. પરંતુ આ શાખાની મર્યાદાઅો પણ તુરંતમાં જાણી શકે છે. વિચાર કે સમજશક્તિની કામગીરી મહુદ્દ અંશે તો બહારના જગતમાંથી આવેલી માહિતીના એકત્રિકરણ અને વર્ગીકરણ આધારિત હોય છે. ટૂંકમાં કહીએ તો સમજ કે વિચાર શક્તિ ઇન્ફર્મેશન ટેકનોલોજી છે. તે એક અદ્દભૂત સાધન છે. અને આપણા અસ્તિત્વ માટે નિર્ણાયક પણ છે. માનવ સંસ્કૃતિ અને સભ્યતામાં તેનું અસામાન્ય મહાન યોગદાન છે. આમછતાં આજની મુખ્ય સમસ્યા તે છે કે વિચાર-સમજશક્તિએ અપ્રમાણસર રીતે નિર્ણાયક ભૂમિકા ધારણ કરેલી છે. વિચાર કે સમજશક્તિએ ભાગલા કે વર્ગીકરણનું કામ પણ કરવાનું હોય છે. માનવ સમાજ જથ્થા બંધ વાઢકાપની યાત્રાએ નીકળી પડ્યો હોઇ આપણે દેખી ના શક્તા અગોચર અણુના પણ ભાગલા પાડી નાંખ્યા.
આપણે ભૂલી ગયા કે માનવર્તક એ મહદ્દઅંશે મર્યાદિત છે કારણ કે તે આપણા સપંદન અવયવો મારફતે આવેલી અસ્પષ્ટ છૂટી છવાઇ માહિતી આધારિત છે એમ કહેવાયું છે કે જ્યારે પહેલ વહેલાં યુરોપીયન જહાજ ઉત્તર અમેરિકા પહોંચ્યા ત્યારે સ્થાનિક આદિવાસીઅો માત્ર લોકોને તેમની તરફ આવતા જોઇ શક્યા પરંતુ તેઅો જહાજને જોઇ શક્યા ન હતા કારણ કે તે પહેલાં તેમણે જહાજને જોયું જ ન હતું. આ વાર્તા સાચી અથવા બાઇબલીય છે કે કેમ પરંતુ તે હકીકત છે કે જો તમારા મગજમાં કોઇ પણ પદાર્થ માટે ભૂતકાળની માહિતીના હોય તો તમે તેને અોળખી કે સ્વીકારી શકતા નથી. આ બધું આપણને ધર્મ નહીં પરંતુ આધુનિક ન્યુરોસાયન્સ જણાવે છે.
જ્યારે જ્ઞાનયોગી બુદ્ધિથી પર આધ્યાત્મિક્તાના વળાંક ઉપર આવે છે ત્યારે સમજશક્તિ કોઇ પરિણામદાયી હોતી નથી તે સમજાય છે. તે જાણી શકે છે કે સમજશક્તિ દ્વારા સંપાદિત કરાયેલી વિપુલ જથ્થાની માહિતી પણ કાયમ મર્યાદિત કે સીમિત નીવડતી હોય છે. અને સીમિત કે મર્યાદિતતા માધ્યમ થકી અનંત સુધી પહોંચવું અશક્ય જ નીવડતું હોય છે. અને એટલે જ જ્ઞાનયોગી તેની સમજશક્તિનો ઉપયોગ લેમ્પપોસ્ટનો પ્રકાશ ફેલાવવા નહીં પરંતુ ટેકા માટે કરતા દારૂડિયાની માફક કરતો હોય છે. જ્ઞાનયોગી તેણે સંપાદિત કરેલા જ્ઞાનના સમર્થન માટે પીએચડીની ડીગ્રી નથી માંગતો. તે જાણે છે કે સમજશક્તિ એ માન્યતા નહીં પરંતુ વર્ગીકરણ કે વિશ્વેષણ માટેનું સાધન છે. માન્યતા માટે તો બીજી શાખાની જરૂર પડે છે.
સાથોસાથ એ પણ કહેવાયું કે સમજશક્તિનો ભારતમાં જે વિનાશક કે નુકશાન દાયી ચોક્કસતાથી ઉપયોગ કરવામાં આવે છે તેવો ઉપયોગ વિશ્વમાં અન્ય ક્યાંય થતો નથી. ભારતીય ઉપખંડે ‘મેટાફીઝીકલ લોજીક’ પોતાના અંતિમ તરીકે નિહાળેલ છે. વેદાન્તીન તત્વનિરૂપણની આધુનિક માત્રા તમને અસ્થિર અને ઘેનમાં રાખી શકે છે. પરંતુ સાચા સાધક ક્રમશઃ આવા માનસિક કે માથામાં ચઢેલા ઉન્માદ સમજી શકતા હોય છે.
ક્રમશઃ જ્ઞાન યોગ પંથીઅો માનવ સમજશક્તિના ઊંડાણને સમજવા લાગે છે અને તે દ્વારા તેઅો સર્જનના પાયા સાથે જોડાય છે. આ અવસ્થા ચિત તરીકે અોળખાય છે. ચિત અવસ્થામાં જો તમે તમારી સમજ ખેંચી શકો તો તે સ્વર્ગીય સુખ અને સાચા અર્થની મુક્તિને પમાડનારા ધારદાર શસ્ત્રમાં પરિણમે છે. જો તમે તમારા શરીર ઉપર ધ્યાન આપશો તો તમને સમજાશે તમારૂં શરીર કેવા જટીલ રસાયણિક કારખાના જેવું છે અને જેને નકારી ના શકાય તેવી સમજશક્તિ આ રસાયણોને નૃત્ય કરાવે છે. પરંતુ શું તમે માનો છો કે તમે બુદ્ધિશક્તિના જોરે આવા રસાયણ નૃત્ય કે કેમિકલ ડાન્સને શકય બનાવી શકશો. તમે તમારા શરીરના એક કોષને પણ આવી રીતે સંચાલિત કરી શકતા નથી.
માનવ શરીર વ્યવસ્થામાં અનુભવાતા આવા અદ્દભૂત રસાયણ નૃત્ય કે કેમીકલ ડાન્સક અને ન્યુરોન્સની ઉછળકૂદ ચિત અથવા અણિશુદ્ધ સમજશક્તિથી જ શક્ય બને છે અને આ અણિસુદ્ધ સમજ એ આપણે જેને ભગવાન કે સર્જનહાર કહીએ તેનાથી અલગ નથી. જો તમે તમારા તર્કના સ્ટ્રેટ જેકેટની બહાર કાંઇ કરો છો તો તમે જીંદગીના સરકસના વિદુષક જ બની રહો છો પરંતુ જો તમે તમારા ચિત્તથી કાંઇ કરો છો તો તમે તમારી જીવન પ્રક્રિયામાં સ્વર્ગીય અનુભૂતિવાળા ર્સ્પધક બનો છો તમારું મગજ એક સરકસ સમાન રહેતું નથી અને તમારૂ જીવન તમારા અને સમસ્ત બ્રહ્માંડ વચ્ચે નાચતું રહેવાથી અોછું કાંઇ રહેતું નથી.
– Isha Foundation