ભારતની મહિલા ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીએ સિદ્ધિનું વધુ એક શિખર સર કર્યું છે. આંતરરાષ્ટ્રીય મહિલા વન-ડે ક્રિકેટમાં ૨૦૦ વિકેટ લેનારી તે સૌપ્રથમ ખેલાડી બની છે. ઝુલને સાઉથ આફ્રિકા સામેની આઇસીસી વિમેન્સ ચેમ્પિયનશીપની બીજી વન-ડેમાં બુધવારે (7મી) સાઉથ આફ્રિકાની લૌરા વોલ્વાર્ટની વિકેટ ઝડપી આ અનોખો માઈલસ્ટોન પાર કર્યો હતો.  કારકિર્દીની ૧૬૬મી વન ડેમાં તેણે આ વિશિષ્ટ સિદ્ધિ મેળવી હતી. ભારતની મહિલા ટીમે પણ બીજી વન ડેમાં ૧૭૮ રને વિજય મેળવ્યો હતો.