બિગ બોસ 12ની વિનર દીપિકા કક્કડ જીત બાદ એક તરફ જીતની ખુશી મનાવી રહી છે. બીજી તરફ શ્રીસંતની હારથી નારાજ તેના ફેન્સ દીપિકા પર એટેક કરવાની ધમકી આપી રહ્યા છે. દીપિકાના ચાહકોએ આ વાતની જાણકારી મુંબઇ પોલીસને આપી છે. બિગ બોસ 12ની વિનર દીપિકા કક્કર પર એસિડ અટેક કરવાની વાત સોશિયલ મીડિયા પર એક યુઝરે કરી. આ યુઝરે પોતાને શ્રીસંતનો ફેન ગણાવ્યો. ટ્વીટમાં દીપિકા સામે ખરાબ ભાષાનો ઉપયોગ કરતાં કહ્યું કે જો ક્યારેય તુ મને સામે મળી તો તારા પર એસિડ ફેંકીશ. ટીવી અભિનેત્રી દીપિકા કક્કડ-ઈબ્રાહિમે કલર્સ ટીવી ચેનલ પરના રિયાલિટી ટીવી શો ‘બિગ બોસ સીઝન 12’ની વિજેતા ટ્રોફી જીતી લીધી છે. આ શોમાં જીત મેળવ્યા પછી દીપિકાને ટ્રોફી સાથે 30 લાખ રૂપિયા મળ્યા છે. જોકે આ રકમના વપરાશ મામલે મોટું નિવેદન આવ્યું છે. સ્પોર્ટબોયને આપેલા ઇન્ટરવ્યૂમાં દીપિકા કક્કડે કહ્યું છે કે તે 30 લાખ રૂપિયાની પ્રાઇઝ મનીથી પોતાની સાસુ માટે નવું ઘર ખરીદશે. ઇન્ટરવ્યૂમાં દીપિકાએ કહ્યું છે કે હું શોએબની અમ્મી માટે ઘર લેવા ઇચ્છું છું. મારું સૌથી પહેલું કામ સારા ઘરની શોધ છે.