દેશ-વિદેશની અનેક રેસ્ટોરાંમાં બોલિવૂડની સેલિબ્રિટીઝના નામની વાનગીઓ મળી રહી છે. સ્વાભાવિક રીતે એ વાનગીઓ ખૂબ પોપ્યુલર છે. રિસન્ટલી દીપિકા પાદુકોણના એક પ્રશંસકે તેના ટ્વિટર પેજ પર એક ફૂડ મેનુની ઇમેજ પોસ્ટ કરી હતી કે જેમાં આ એક્ટ્રેસના નામનો ઢોસા જણાય છે. બિલકુલ આ વાત સાચી છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં ટેક્સાસના ઓસ્ટિનની એક રેસ્ટોરાંમાં દીપિકાના નામનો ઢોસા મળે છે. આ પ્રશંસકે લખ્યું હતું કે, ‘ઓસ્ટિનમાં લોકો ઢોસા મેનુ તરીકે દીપિકા પાદુકોણને ખાઈ રહ્યા છે. દીપિકાના હસબન્ડ રણવીર સિંઘે આ ફૂડ મેનુની ઇમેજને શૅર કરતાં ઓનલાઇન લખ્યું હતું કે, ‘હું આ ખાઈ જઇશ.