સરકાર ટ્રિપલ તલાકની પ્રથાનો અંત લાવવા સંસદના શિયાળુ સત્રમાં ખરડો રજૂ કરવા વિચારી રહી છે. ઇન્સ્ટન્ટ તલાક આપનાર પતિઓને જેલમાં નાખવાની જોગવાઇ આ કાયદામાં હશે એવી ધારણા છે. અગાઉ, સર્વોચ્ચ અદાલતે ટ્રિપલ તલાકની પ્રથા રદ કરાવતો આદેશ આપ્યો હોવા છતાં તે હજી અમુક સ્થળે ચાલુ હોવાનું કહેવાય છે. એક સરકારી અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે ટ્રિપલ તલાકને લગતી કાયદામાંની જોગવાઇમાં સુધારા સૂચવવા એક સમિતિ રચાઇ છે. ટ્રિપલ તલાકનો ભોગ બનેલી મહિલા પાસે હાલમાં પોલીસમાં ફરિયાદ કરવા સિવાય કોઇ વિકલ્પ નહિ હોવાનું કહેવાય છે. મુસ્લિમ મૌલવીઓ આવી મહિલાને સહાય નહિ કરતા હોવાનો આક્ષેપ પણ કરાય છે. આ ઉપરાંત, કાયદામાંની જરૂરી જોગવાઇના અભાવે પોલીસ પણ ટ્રિપલ તલાક પ્રથા અપનાવતા પતિ સામે કડક પગલાં લઇ નથી શકતી.
અગાઉ, સર્વોચ્ચ અદાલતે ગયા ઑગસ્ટમાં ટ્રિપલ તલાકની પ્રથાને આપખુદશાહીવાળી અને ગેરબંધારણીય ગણાવી હતી. સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો હોવા છતાં ટ્રિપલ તલાક લેવાની અનેક ઘટના બની રહી છે. સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે કાયદામાં ટ્રિપલ તલાક સામે જરૂરી જોગવાઇ કરાઇ નહિ હોવાથી આ પ્રથા ઘણી જગ્યાએ ચાલુ છે. અગાઉ, સરકારે જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતે ટ્રિપલ તલાકની પ્રથાને ગેરબંધારણીય ગણાવીને તેની વિરુદ્ધ ચુકાદો આપ્યો હોવાથી કાયદો ઘડવાની જરૂર નથી અને ટ્રિપલ તલાકનો ભોગ બનેલી મહિલા પોલીસમાં ફરિયાદ કરી શકે છે.
દેશની એક અગ્રણી શૈક્ષણિક સંસ્થામાં કામ કરતા એક માણસે તાજેતરમાં પોતાની પત્ની સાથે વૉટ્સઍપ અને એસએમએસથી તલાક માગ્યા હતા. ફૉન પર તલાક આપનારા પતિ સામે પત્નીએ પોલીસ ફરિયાદ કરી હતી. અહીં પત્નીને ફૉન પર ટ્રિપલ તલાક આપનારા એક રિયલ ઍસ્ટૅટ ઍજન્ટની સામે પોલીસફરિયાદ નોંધાઇ હતી. અગાઉ, સર્વોચ્ચ અદાલતે ટ્રિપલ તલાકની પ્રથાને ગેરબંધારણીય ગણાવીને રદબાતલ કરી હતી. અહીં મહિલાઓ માટેના પોલીસ સ્ટેશને ૨૭ વર્ષીય મહિલાની પોતાના પતિ સામેની સંબંધિત ફરિયાદ નોંધી હતી. આ દંપતી ૧૮મી ઑક્ટોબરે પરણ્યું હતું અને પતિએ ૧૩મી નવેમ્બરે ફૉન પર તલાક આપ્યા હતા.