હિન્દી ફિલ્મોમાં રોમાન્સ રજૂ કરવાની પદ્ધતિ મુજબ અભિનય કરી કરીને હવે તો કંટાળો આવી જાય છે. એકની એક બીબાંઢાળ પદ્ધતિથી રોમાન્સ રજૂ કરાય છે એમ અભિનેત્રી તબુએ કહ્યું હતું. અજય દેવગણની દ્રશ્યમમાં ટફ પોલીસ અધિકારી અને ફના ફિલ્મમાં એન્ટી ટેરરિસ્ટ બ્યૂરો એજન્ટનો રોલ કરી ચૂકેલી તબુએે હુ તુ તુ તુમાં સૂસાઇડ બોમ્બરનો રોલકર્યો હતો. એણે પોતાના વિશિષ્ટ અભિનય દ્વારા આગવી ઇમેજ ઊભી કરી હતી. હું પરદા પર રોમાન્સ રજૂ કરવાની વિરોધી નથી. પરંતુ આપણી ફિલ્મોમાં રોમાન્સ રજૂ કરવાની જમાના જૂની પદ્ધતિ છે એટલે એકની એક સ્ટાઇલથી રોમાન્સ રજૂ કરવાનો હવે કંટાળો આવે છે. કોઇ નવી તાજગીસભર રીતે રોમાન્સ રજૂ કરવો જોઇએ તો અદાકારોનો ઉત્સાહ વધે. એણે ઉમેર્યું કે ઓડિયન્સને લવ ગમે છે. લવ માનવ જીવનની એક અદ્ભુત સંવેદના છે પરંતુ એ રજૂ કરવાની સ્ટાઇલ એક સરખી હોય તો કામ કરવાની મોજ ન પડે. કંટાળો આવી જાય. એમાં પણ વૈવિધ્ય હોય એ જરૃરી છે તો ઓડિયન્સની સાથોસાથ કલાકારને પણ આનંદ આવે. આ તો એજ જમાના જૂની શૈલીથી રોમાન્સ બતાવાતો રહ્યો છે. એમાં પરિવર્તન આવે એ જરૃરી છે એમ મને લાગે છે.