દરેક વ્યક્તિની સર્વપ્રથમ અને મૂળભૂત જવાબદારી આનંદી માનવી બનવાની છે કારણ કે જીવનમાં તમે વેપારધંધા, નોકરી પરિવાર કે આધ્યાત્મિક જગત જેની પણ સાથે જોડાયેલા હો તેની સાથે આનંદપૂર્વક જોડાવાનો પ્રયાસ જરૂરી છે. તમારે તે સમજવું રહ્યું કે આનંદી સુખી રહેવાનો મતલબ તમારે જે કરવું હોય તે તથા બાહ્ય વિશ્વમાં જે હાંસલ કરવું હોય તે કરી શકતા હોવા જોઇએ. આનંદી અને શાંતિપૂર્ણ રહી શકાય તે સફળ જીંદગીનું એક મહત્વનું પાસું છે તેટલું જ નહીં પરંતુ તે જીંદગીનું પાયારૂપ અંગ પણ છે. આનંદીપણાનું પ્રમાણ દરેક વ્યક્તિમાં અલગ અલગ હોઇ શકે. લગભગ તમામ લોકો સુખ કે આનંદની અનૂભૂતિનો લક્ષ્ય રાખતા હોય છે જેમા ઘણા લોકો આ માટે સજાગ હોય છે તો ઘણા સજાગ નથી હોતા પરંતુ માણસ જે કાંઇ કરે છે તે સારા થવાના કે દેખાવાના હેતુથી કરે છે.
લોકોનું આનંદીપણું બાહ્યસ્થિતિ ઉપર નિર્ભર હોય છે જ્યારે આવી સ્થિતિ હોય ત્યારે તમે તમારી જીંદગીમાં સાચા આનંદને જાણી શકવાના નથી. કારણ કે બાહ્ય સ્થિતિ કે પરિબળો ઉપર સંપૂર્ણ કાબુ મેળવી શકાવાનો નથી. જ્યારે તમે તમારા કોઇ પગલાં કે કૃત્યથી આનંદી બનવા મથો છો ત્યારે તમે બાહ્ય પરિબળ કે સ્થિતિના ગુલામ બનો છો. જ્યારે તમે આ રીતે ગુલામ બનો છો ત્યારે તમારે કોઇને કોઇ સ્વરૂપે સહન કરવાનું રહેવાનું જ છે વ્યક્તિ ગમે તે હોય તેને દરેક વખતે કશાકની ઝંખના રહેવાની જ. જ્યાં સુધી માનવી અંતઃકરણના આનંદની અનુભૂતિ ના કરી શકે ત્યાં સુધી તે યાચક તરીકે જ જીવવાનો.
તમારી જીંદગીમાં આનંદ પ્રેમ કે શાંતિ માટે તમે જે કાઇ સમજો કે અનુભૂતિ કરો તેમાં ચોક્કસ આંતરિક પાયાની સ્થિતિ હોય છે. જો તમે તમારી માનસિક શાંતિ ગુમાવો તો ડોકટર તમને ગોળી આપશે. ગોળીના રસાયણ તમારી શારીરિક વ્યવસ્થામાં દાખલ થઇ તમને શાંતિની અનુભૂતિ કરાવતી હોય છે પછી ભલે તે થોડા સમય માટે હોઇ શકે બીજા શબ્દોમાં કહીએ તો શાંતિ એ તમારામાં રહેલી ચોક્કસ સ્વરૂપની રસાયણિક પ્રક્રિયા જે છે. તમે જેને આનંદ પ્રેમ, યાતના કે ભય કહો છો તે તમામની રસાયણિક પ્રક્રિયા તમારામાં છે જ. આધ્યાત્મિક પ્રક્રિયા એ તમને કુદરતી રીતે જ શાંતિપૂર્ણ, પ્રેમાળ બનાવે તેવી રસાયણિક પ્રક્રિયા જન્માવે છે. જ્યારે તમે તમારા સ્વભાવથી આનંદી બનો છો ત્યારે તમારી જીંદગીની દિશા, તમે જે કાંઇ માનો કે વ્યક્ત કરો તે બધું જ બદલાતું હોય છે. અને તે રીતે તમારી જીંદગી કુદરતી રીતે બદલાયેલી લાગ્યાની અનુભૂતિ તમે કરી શકો છે.
કોઇ એક કે કેટલાક પગલાં માત્રથી તમારી જીંદગી સર્વાગ સંપૂણતા મેળવી શકતી જ નથી જીંદગીના દરેક તબક્કે તમે તેમ વિચારતા રહો છો કે આમ થશે તો મારી જીંદગી પૂર્ણ થશે આમ થયા પછીના ત્રણ દિવસમાં તો તે કચરા ટોપલીમાં જતું રહેતું હોય છે બીજા શબ્દોમાં કહીએ જીંદગી સર્વાંગ સંપૂર્ણતા પ્રાપ્ત કરતી નથી. કોઇ ઘટના કે પગલાંથી સર્વાંગસંપૂર્ણતા આવતી નથી. જો તમે તમારા અંતકરણથી સંપૂર્ણ હો તો જ તમે સર્વાંગસંપૂર્ણતાને પામી શકશો.
યોગ તમારા અંતર જગતને તમારા નિયંત્રણમાં લાવવાની એક પ્રક્રિયા છે બાહ્ય ગુલામીમાંથી આંતરિક સર્વાંગ સંપૂર્ણ સંપૂર્ણતાને પામવાની શકયતા એટલે યોગ આ સ્થિતિ કોઇ સીમાની વાડાબંધી ના હોય તેવી મુક્ત હોય છે. જો તમારા અંતર જગતને વાડાબંધીના નડતી હોય તો તમારૂં જીવન પણ વાડાબંધીથી મુક્ત બનતું હોય છે. તમે આંખો બંધ રાખીને બેઠા હો કે બીજું કાંઇ કરતા હો તમારું જીવન સંપૂર્ણ બની શકે છે, જ્યારે કોઇ વ્યક્તિ તેના અંતર જગતમાં આવી મસ્તીની સ્થિતિમાં પહોંચે છે. અને જ્યારે જીંદગીના બાહ્ય સ્થિતિમાં જરૂર પૂરતાં જ તેના કૃત્ય કે પગલાં હોય ત્યારે તે વ્યક્તિ પૂર્ણ બનતી હોય છે. ગમે તેવી બાહ્ય સ્થિતિ હોય તો પણ તમારા અંતર જગતમાં પૂર્ણતાને પામ્યાવાળો સ્વભાવ હોય તમને વાડાબંધી નડતી નથી અને આ જ સાચા આનંદ કે સુખની સ્થિતિ છે.
આપણે આપણી જાતને અસત્યોમાં જ ખૂંપાવી દીધી છે અને તે આપણી બધી જ મુશ્કેલીઅો કઠણાઅોના મૂળમાં છે તે સમજવાની જરૂર છે. જે છે જ નહીં તેનાથી આપણે અોળખાઇ છીએ આપણી આજુબાજુ જે કાઇ છે તેનાંથી અોળખાવા ટેવાઇ ગયા છીએ. આપણે આપણા શરીર અને મગજથી અોળખાઇ રહ્યા છે, અને આપણી યાતનાનું મૂળ પણ તે જ છે. જે આપણે નથી તે અોળખને મિટાવવાની તથા શરતોના આવરણે હટાવવાની પ્રક્રિયા એટલે આધ્યાત્મિક્તા આ સ્થિતિ પૂર્ણ થાય છે. ત્યારે આપણે અવગણી ના શકાય તેવું પામતા હોઇએ છીએ અને તે પછી જગતમાં મનની કંગાળ અવસ્થા માટે કોઇ કારણ રહેતું નથી અને તે માટે કોઇ કારણ રહેતું નથી અને તે અલૌકિક અનુભૂતિને પામનારૂં નીવડે છે.
– Isha Foundation