પ્રશ્નઃ તમે તમારી જાતનું બહારથી અવલોકન કરી શકો તેવી માનવીય કુશાગ્રતા હાંસલ કરવા માટે કોઇ ટેકનિક છે કે કેમ?
આ સંદર્ભમાં હું તમને મારો અનુભવ કહીશ મેં મારી જાતને આવી સ્થિતિમાં મૂકી નથી પરંતુ ઘણા વર્ષો પહેલાં હું કોઇ સંસ્થામાં ગયો હતો. ત્યારે આમ થયું હતું અને તે લોકો મારા મગજમાંના ગામા કીરણોને માપવા માંગતા હતા. તેમણે મને ધ્યાન ધરવા કહ્યું. મે કહ્યું કે હું કોઇ ધ્યાન જાણતો નથી. તેમણે કહ્યું કે તમે બધાને ધ્યાન ધરવાનું શીખવો છો મેં વળતા જવાબમાં કહ્યું કે હા, કારણ કે લોકો સીધી સાદી રીતે કેમ બેસવું તે જાણતા નહીં હોવાથી તેમને બેસવાની પધ્ધતિ શીખવાડાય છે. જો તમે ઇચ્છો તો હું તેમ બેસીશ.
હું શાંતિથી બેસી ગયો અને તે લોકોએ મારા શરીર ઉપર 14 જેટલા ઇલેકટ્રોડ ગોઠવ્યા 15થી 20 મિનિટ પછી તેમણે મારા ઘૂંટણ ઉપર કોઇ ધાતુકીય પદાર્થ થપથપાવ્યો, મને લાગ્યું કે તેઅો કોઇ પ્રયોગ કરતા હશે. તે પછી તેમણે મારી કોણીના હાડકાને થપથપાવ્યું. આ હિસ્સો પીડાદાયક હોવાછતાં મને લાગ્યું વાંધો નહીં આ પણ પ્રયોગનો ભાગ હશે પરંતુ તે પછી આવો થપથપાટ ચાલુ રહ્યો જે પીડાદાયી હતો.
મેં ધીમેથી અાંખો ખોલીને જોયું તો સામે ઉભેલા સૌ કોઇ મારી સામે અચંબિત અને વિચિત્ર ભાવે જોતા હતા. મેં પૂછ્યું કે શું મેં કાંઇ ખોટું કર્યું છે. તે લોકોએ કહ્યું અમારા ઉપકરણો અનુસાર તમે મૃત્યુ પામ્યા છો મેં કહ્યું આ તો અદ્દભૂત નિદાન કહેવાય તે પછી તેમણે કહ્યું કાંતો તમે મૃત્યુ પામ્યા છો અથવા તમે બ્રેઇન ડેડ છો. મેં જવાબ આપ્યો આતો અપમાન જનક કહેવાય હું પ્રથમ નિદાનને સ્વીકારૂં છું. જો તમે મને હું મૃત્યુ પામ્યો છું. તેવું પ્રમાણપત્ર આપતા હો તો હું ેતની સાથે જીવીશ પરંતુ જો તમે બ્રેઇન ડેડનું પ્રમાણ પત્ર આપતા હો તો તે સારી વાત નથી.
આ હું એટલા માટે કહું છું કે માનવી દ્વારા સર્જાયેલા ઉપકરણો માનવ રચના કે પધ્ધતિ કરતાં તો ઉતરતા ઉપકરણ છે. કોઇ પણ ટેલીફોન ઉપર બોલાતા શબ્દો માનવી જેટલે દૂર સુધી સંભળાવી શકે તેના કરતાં વધારે દૂર જઇ શકે છે. કોઇ પણ સાઇકલ માનવી કરતાં વધારે ઝડપથી જઇ શકે છે. મોટરસાઇકલ તેથી વધારે ઝડપે જઇ શકે વિમાન ઉડી શકે છે. આનો અર્થ ચોક્કસ પગલાના મામલે માનવી દ્વારા સર્જાયેલા સર્જનો સારા હોઇ શકે પરંતુ કુશળ કારીગરી કે વ્યવહાર દક્ષતામાં આ તમામ ઉતરતા ઉપકરણો છે.
આવા ઉપકરણો માનવી કરતાં વધારે કુશળ અને વ્યવહારદક્ષ ના હોઇ શકે કારણ કે આપણે આપણાથી વધારે કુશળ બનાવી ના જ શકીએ. આ જ કારણે ઉપકરણોની પણ મર્યાદા હોય છે તમે મગજને સહેલાઇથી મૂર્ખ બનાવી શકો. આમ કરવા માટે યોગમાં ઘણી બધી ટેકનિક છે. કોઇ પણ પ્રકા રના વૈજ્ઞાનિક સંયંત્રો વિના પણ માનવ મગજ સાથે ચાલાકી કરવાના ઘણા માર્ગો છે.
સમગ્ર વિશ્વના જાદુગરોને આવી બધી ચાલ હસ્તગત છે. તમે તમારી સાથે શું થઇ રહ્યું છે તે જાણો પણ નહીં તે પહેલાં આ લોકો તમારા ખિસ્સામાંની ચીજો બહાર કાઢી શકે છે. મૂળભૂત કુશળતાના સંદર્ભમાં માનવ સંરચના કે પધ્ધતિથી વધું કુશળ કાંઇ નથી અને તમારે જગતને અનુભવવાનો આ એક જ માર્ગ છે. હાલની વાત કરીએ તો તમે જગતને કેવી રીતે અનુભવો છો તે જોઇએ. તમે બધા મને જોઇ શકો છો. હું ક્યાં છું તે જો તમારે બતાવવાનું હોય તો તમે મંચ તરફ જ આંગળી ચીંધશો પરંતુ આ બધુ તમે ખોટું લીધું છે. મારા ઉપર પ્રકાશ પડે છે. જેનું પ્રતિબિંબ પરાવર્તિત થઇને તમારી આંખની રેટિના ઉપર પડે છે. તમે મને તમારામાં જુઅો છો તમે તમારામાં સાંભળો છે તમે જગતનું જે કાંઇ જોયું છે તે તમારામાં જ જોયું છે. તમારી સાથે જે કાંઇ થયું છે તમારામાં જ થયું છે.
જો કોઇ તમારા હાથને અડે તો તમે તેમના હાથનો અનુભવ કર્યો તેમાનો છો હકીકતમાં તમે તમારા પોતાના હાથમાં સ્પર્શની ઝણઝણાટી અનુભવો છો. દૃષ્ટાંતરૂપે કહીએ તો જો કોઇ તમારા હાથને પાંચ મિનિટ પકડી રાખે તો તે પછી કોઇ તમને અડ્યા ના હોય તો પણ તેની અનુભૂતિ કરશો. આ પછી તમારી પાસે કોઇના હોય તો પણ તમે તમારામાં તેવી ઝણઝણાટી અનુભવી શકશો. તમે કોઇ બાહ્ય ગતિવિધિથી જે સ્પંદન અનુભવી શકો છો તેવી જ અનુભૂતિ તમે તમારામાં આંતરિકપણે જન્માવી શકો છો. કેટલીક હદે લગભગ તમામ માનવીઅો કોઇને કોઇ બાહ્ય પરિબળ વિના પણ હરપળે આંતરિક અનુભૂતિ જુદા જુદા સ્વરૂપે કરતા જ હોય છે. જ્યારે તે બેકાબુ બને છે ત્યારે આપણે તેને માનસિક સમસ્યા કે માનસિક રોગ કહેતા હોઇએ છીએ. પરંતુ લગભગ બધા જ લોકો કેટલીક હદે આમ કરતા હોય છે. જ્યારે તમે સ્વપ્નમાં હો ત્યારે તે વાસ્તવિક્તા જેટલું જ સાચું હોય છે. થોડા વર્ષો પહેલાં એક દિવસ હું એક શાળામાં ગયો હતો ત્યારે એક બાળક મારી પાસે આવ્યો અને મને પૂછ્યુ સદ્્ગુરુ શું જીવન સાચું કે વાસ્તવિક છે કે પછી સ્વપ્ન છે? મેં તેની સામે જોયું અને આઠ વર્ષના બાળકને મારે સાચું કહેવું રહ્યું એટલે મેં કહ્યું કે જીવન એ સ્વપ્ન છે અને સ્વપ્ન એ સત્ય છે. આ જ હકીકત છે. હાલમાં તમારા પોતાનામાં અનૂભવાઇ રહ્યું છે તે રીતે જીવન એ સ્વપ્ન છે. તમારા અનુભવમાં સ્વપ્ન એ સત્ય છે. પરંતુ તમે સ્વપ્નને જે રીતે ઇચ્છો તે રીતે નીહાળી શકો છો.
તમને હળવી રમુજ સાથે વાંધો નથી ને? એક દિવસ એક મહિલા નિંદ્રાધીન થઇ ઊંઘમાં તેણીને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેણીએ એક પહાડ જેવા કદાવર માનવને નીહાળ્યો આ કદાવર કાયા નિંદ્રાધીન મહિલાને સ્વપ્નમાં નજીકને નજીક આવી રહ્યાની અનુભૂતિ થઇ. અોળો નજીક આવી ગયો અને તેણીને શ્વાસની પણ અનુભૂતિ થવા લાગી તે સાથે તેણીએ ભય વિના પણ ધ્રુજારી અનુભવીને પૂછ્યું તું મારી સાથે શું કરીશ? માનવીય અોળાએ જવાબ આપ્યો આ તમારું સ્વપ્ન છે. સ્વપ્નમાં તમારે જે કરવું હોય તે સ્વપ્ન સાથે કરો. આપણે પણ સ્વપ્નને આપણા પોતાના માટે તથા સમગ્ર જગત માટે જેવું બનાવવું હોય તેવું બનાવી શકીએ આપણા સ્વપ્નને સાકાર કે વાસ્તવિક કરવા વિજ્ઞાન અને ટેકનોલોજીએ ઘણી અદ્્ભૂત વ્યવસ્થા ઉભી કરી છે. પરંતુ હું ઇચ્છીશ કે વિજ્ઞાનઅો પણ ધ્યાન ધરે.
– Isha Foundation