પ્રશ્ન ઃ હું વિચારું તે રીતે કેવી રીતે બદલાઇ શકું? હું ઇચ્છું તે પ્રમાણે વિચારો અને લાગણીઅોને જાગૃતપણે કેવી રીતે જન્માવી શકું?
સદ્્ગુરુ : માનવ મગજ મૂળભૂત રીતે સ્મૃતિની ચોક્કસ બેન્ક વિષે વાત કરે છે. સ્મૃતિનું આ જટિલ જાળું તમને ચોક્કસ પાત્ર આપે છે. તમારા જીવનમાં સભાન અને અભાન અવસ્થાની પ્રત્યેક પળની સ્મૃતિ એકત્રિત થતી હોય છે. તમારા મગજમાં સંગ્રહિત થતી વિપુલ પ્રમાણની સ્મૃતિના મોટાભાગના પ્રમાણથી તમે વાકેફ નથી હોતા. તમે ઘણી બધી બાબતો સહજપણે અને સરળતાથી કરી શકો છો. દૃષ્ટાંત રૂપે લઇએ તો તમે તમારા બે પગથી ચાલી શકો છો જે માત્ર તમારા હાડકા અને સ્નાયુના કારણે જ નથી પરંતુ તમારા મગજમાં સંગ્રહિત સ્મૃતિના કારણે પણ છે. તમારા શરીરને કેવી રીતે ચાલવું તે યાદ છે. જો કેવી રીતે ચાલવું તે ભૂલાઇ જાય તો તમે ચાલી શકતા નથી.
જ્યારે આપણે સ્મૃતિની વાત કરીએ છીએ ત્યારે લોકો મગજ વિષે જ વિચારતા હોય છે પરંતુ તમારા શરીરમાં પણ મગજ કરતા અનેક ગણી વધારે સ્મૃતિ હોય છે. તમારા દાદા પરદાદાનું નાક તમારા ચહેરા ઉપર છે કારણ કે તમારા શરીમાંના કંઇકને તે યાદ છે તમારા શરીરને યાદ છે કે લાખો વર્ષ પૂર્વે કોઇ કેવું લાગતું હતું અને તે આજે પણ ચાલ્યું આવે છે. આથી જ શરીરની સ્મૃતિ મગજ કરતાં અનેક ગણી વધારે હોય છે આવી સ્મૃતિને આપણે કર્મિક છાપ કહીએ છીએ.
ભારતમાં એક સમય એવો હતો કે જ્યારે સમાજ તમારી કર્મિક છાપના સંચાલન માટે મથતો હતો. આજ હેતુંથી જાતિ ગોત્ર અને અન્ય બાબતો શરૂ થઇ. પરંતુ હવે આ બધુ જતું રહેતા તમારે તમારી જાતે આંતરિક વ્યવસ્થા થકી આ બધું સંચાલિત કરવાનું રહે છે. જાગ્રત અવસ્થામાં તમારા વિચારો એવા હોઇ શકે, કે જે તમારા જીવનમાં જન્મથી હાલપર્યંતના કાળમાં સભાન અવસ્થાની સ્મૃતિરૂપે સંગ્રહિત હોય આવી જાગૃત કે સભાન સ્મૃતિને પ્રારબ્ધુ કહે છે. પરંતુ આવા પ્રકારના વિચારો તમારામાં જે પ્રકારની કે જે લાગણી જન્માવે છે તે મહુદ અંશે સ્મૃતિની બિન જાગ્રત કે અભાન અવસ્થાની પ્રક્રિયા થકી આવતી હોય છે. જે સ્મૃતિ કરતાં મોટી હોય છે અને તેને સંચિત કહે છે. સંચિતનો અર્થ કર્મિક જથ્થાનો બિનજાગ્રત સંગ્રહ અને તે પોતાની રીતે જ કાર્યરત રહે છે. સક્રિયતાનો અર્થ કોઇ નિશ્ચિત આદેશ કે જાહેરાતના સંદર્ભમાં નથી પરંતુ તે અન્ય લાખો પ્રકારે તમારા ઉપર અસરકર્તા રહે છે. શું તેનો અર્થ તમે બધા નિશ્ચિત છો અને કાંઇ બદલી શકાય તેમ નથી? ના, આવું નથી કારણ કે આ મૂળભૂત કે પાયા થકી તમારૂં અસ્તિત્વ છે. તમારે તમારા થકી શું કરવું છે હજુ પણ તમે જ છો. નશીબ એ કાંઇ કરાયેલી બાબત છે. નશીબ એ તમારા શરીરની હાડપિંજર વ્યવસ્થા જેવું છે તે તમારી મુદ્રા કે અવસ્થાને નક્કી કરે છે તે સિવાય બધાનો નિર્ણય કરતું નથી અને આવી હાડપિંજર વ્યવસ્થાને તમારે કેટલો ભાર મૂકવો છે તે તમારી ઉપર જ નિર્ભર છે.
તમે કેવા પ્રકારના વિચારો કે લાગણીને પામો છો તે તરફ જોવાના બદલે તમે ધૂળના મામૂલી રજકણ છો તેવા અભિગમ થકી જીંદગીને વ્યાપક દૃષ્ટિકોણથી જુઅો. સમગ્ર બ્રહ્માંડમાં ગેલેક્સી નાનકડી ગંગા છે મિલ્કી વેમાં સોલર સિસ્ટમ એ કણ સમાન છે. આવા કણમાં પૃથ્વી એ તો સૂક્ષ્મ કણ સમાન છે તો પછી તમારૂં શહેર તો અત્યંત સૂક્ષ્મ કણ સમાન જ કહેવાય આવા અત્યંત સૂક્ષ્મ કણમાં તમે મોટા માણસ છો લોકોએ તે કોણ શા માટે અને શેના થકી છે તે વિશેની યથાર્થ સમજ ગુમાવી છે આધ્યાત્મિક પ્રક્રિયાનો અર્થ સમગ્ર અસ્તિત્વમાં તમે તમારા સ્થાનની અનુભૂતિ અનુભવી ના શકો તો પણ બુદ્ધિજીવીતાથી તેને સમજી તો શકો છો. આ સરળતાથી મેળવી શકાતી બાબત છે જો તમે આ મેળવશો તો નવી શક્યતા ખુલ્લી થઇને તમે ચાલવા, બેસવા, શ્વાસોચ્છવાસથી માંડીને જીવનની અલગ જ અનુભૂતિ કરી શકશો.
આ નાનકડો કણ શું વિચારે છે અને અનુભવે છે તે મહત્વનું નથી પરંતુ મોટાભાગના લોકો માટે તેઅો શું વિચારે છે અને અનુભવે છે તે આ અખિલ બ્રહ્માંડના અદ્્ભૂત નાચગાન કરતાં વધારે મહત્વનું છે. સમગ્ર જગત બ્રહ્માંડ મોજ મસ્તીમાં વિહરે છે. પરંતુ એકાદો વિચાર તમારી ચિંતાને વધારે અને તમને એકાદા ઢગલામાં ફેંકી દે છે.
હું જે વિચારૂં છું વચ્ચે અનુભવું છું તે મહત્વનું નથી અને આવા વિચારો તથા લાગણી અને તમારી જો તમે અંતર જાળવી શકતા હો તો આ જાગ્રત પ્રક્રિયા બની રહેશે. એક વખત તમારા વિચારો અને લાગણી જાગ્રત પ્રક્રિયા બની જશે પછી તમે ઘણી બધી રીતે કર્મિક પ્રક્રિયાથી મુક્ત થઇ જાઅો છો હાલમાં તમારા વિચારો અને લાગણી ફરજિયાત પ્રક્રિયામાં છે. એક વખત તે જાગ્રત પ્રક્રિયા બને તે પછી લોકો તમને સુપર દ્યુમન સમજે તેવી તાકાત તમારામાં આવે છે પરંતુ આ સુપરદ્યુમન નથી પરંતુ માનવી માત્ર જ છે.
– Isha Foundation