દીપિકા પાદુકોણે ‘ત્રિપલ એક્સ: રિટર્ન ઓફ ઝેન્ડર કેજ’થી હોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું અને હવે તે આ સીરિઝની આગામી ફિલ્મમાં પણ જોવા મળશે. ‘ત્રિપલ એક્સ: રિટર્ન ઓફ ઝેન્ડર કેજ’ના ડિરેક્ટર ડીજે કરુસો આ ફ્રેન્ચાઇઝીના આગામી પાર્ટમાં દીપિકા પાદુકોણને લઈને બોલિવૂડ સ્ટાઇલના ડાન્સ નંબરનું શૂટિંગ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. આ ડિરેક્ટરે ગયા વર્ષે કન્ફર્મ કર્યું હતું કે, ‘ત્રિપલ એક્સ’ ફ્રેન્ચાઇઝીના આગામી પાર્ટમાં હોલિવૂડ સ્ટાર વિન ડીઝલની સાથે દીપિકા જોવા મળશે. કરુસોએ ટ્વીટ કર્યું હતું કે, ‘હું બોલિવૂડ ડાન્સ સોંગ સાથે ‘ત્રિપલ એક્સ 4’નો એન્ડ ઇચ્છું છું. ચોક્કસ જ એમાં દીપિકા પાદુકોણ હશે. લુંગી ડાન્સ? કંઇક નવું?’
32 વર્ષની આ ઇન્ડિયન સ્ટારના એક ફેને આ ડિરેક્ટરને પૂછ્યું હતું કે, આ સોંગ એન્ડ ક્રેડિટનો એક ભાગ રહેશે અને એના જવાબમાં તેમણે ‘હા’ કહ્યું હતું. દીપિકા આ ફિલ્મ સિવાય બીજી એક હોલિવૂડ ફિલ્મમાં જોવા મળી શકે છે.