બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેઅે ફરી એક વખત 1919ના જલિયાંવાલા બાગ નરસંહાર અંગે બ્રિટીશ સરકાર વતી ખેદની લાગણી વ્યક્તિ કરી છે જો કે જલિયાંવાલા નરસંહાર અંગે વિધિવત માફીની માંણીને હજુ પરિપૂર્ણ કરવામાં આવી નથી.
10, ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે વૈશાખીની ઉજવણી નીમિતે થેરેસા મે એ જલરિયાંવાલા નરસંહારને ભારત બ્રિટન ઇતિહાસ ઉપરના શરમજનક કલંક રૂપ પણ ગણાવ્યો હતો.
બ્રિટનમાં સાઉથહોલ, ગ્રેવસેન્ડ, કોવેન્ટ્રી, લીડ્સ નોટીંગહામ અને લેસ્ટરમાં વૈશાખીની ઉજવણી તથા પરંપરાગત વૈશાખી સરઘસની યાદ અપાવતાં થેરેસા મે એ બર્મિંગહામમાં જણાવ્યું હતું.
ભારત બહાર વૈશાખીની સૌથી વ્યાપક ભવ્ય ઉજવણીનું કેન્દ્ર હોવાનું આપણે ગૌરવ લઇ શકીએ.
ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે સામુદાયિક સમારોહ દરમ્યાન થેરેસા મે એ જણાવ્યું હતું કે પ્રથમ શીખ ગુરુ ગુરુનાનકની 550મી જન્મજયંતિ 2019માં ઉજવાઇ પરંતુ 2019માં જલિયાંવાલા બાગ નરસંહારની દુઃખદાયી શતાબ્દિનું કલંક પણ યાદ અપાવે છે. 1919ની 13મી એપ્રિલના ગોઝારા દિવસે જલિયાંવાલા ખાતે જે કાંઇ બન્યું તેની જાણકારી હોય તે દુઃખી ના થયું હોય તેવું ભાગ્યે જ બને 100 વર્ષ પૂર્વેના તે દિવસે જલિયાંવાલા બાગના મુલાકાતીઅો ઉપર શું વીત્યું હશે તેની સાચી કલ્પના ભાગ્યે કરી શકે બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન અેચ.એચ અસ્કવીથે તે સમયે આ ઘટનાને આપણા ઇતિહાસની ગોઝારી ઘટના ગણાવી હતી.
વડાપ્રધાન થેરેસા મે એ આ ગોઝારી ઘટના અંગે ઘેરા દુઃખની લાગણી ફરી વ્યક્ત કરી હતી. ભારત અને બ્રિટનમાં વ્યક્ત તયેલી વિધિવત માફીની માંગણીને બ્રિટીશ સરકારે પૂર્ી કરી ન હતીં.
થેરેસા મે એ નોંઘ્યું હતી કે પૂર્વ વડાપ્રધાન એચ.એચ.અસ્કવીથના અને બ્રિટીશ હાઉ કમિશ્નર ડોમિનિક અસ્કવીથે બ્રિટન વતી જલિયાંવાલા બાગની મુલાકાત લઇને પુષ્પાંજલિ અર્પી હતી.