વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે અનેક સ્ટારપ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. રાજકોટ ખાતે ભાજપના સાંસદ અને અભિનેતા પરેશ રાવલે  જાહેર સભા સંબોધતા સરદાર વલ્લભભાઇ પટેલને યાદ કર્યા હતા પરંતુ ભાષણ દરમિયાન સરદાર પટેલે રાજા રજવાડાઓને- વાંદરાઓને સીધા કર્યા હતા. તેમ જણાવતા વિવાદ થયો હતો. રવિવારે બારડોલી તાલુકાના માણેકપોર ગામે પરેશ રાવલનું પૂતળાદહન કરી રાજપૂત સમાજની માફી માંગે એવી માંગ કરવામાં આવી હતી. પ્રચાર પ્રસાર માધ્યમો અને સોશિયલ મીડિયામાં પરેશ રાવલના ભાષણ સાથે રાજપૂત સમાજના લોકોએ કહ્યું કે, સરદાર સાહેબના એક અવાજથી રાજપૂત રાજાઓએ પોતાના તમામ રજવાડા આપી દીધા હતા. દેશની આઝાદી માટે સમર્પણ કરનારા સપૂતો માટે આવા શબ્દપ્રયોગની ટીકા શરૂ થઇ છે. દરમિયાન આજે બારડોલી તાલુકાના માણેકપોર ગામે રાજપૂત સમાજના આગેવાનો અને યુવાનોએ પરેશ રાવલના પૂતળાદહન કરી પરેશ રાવલ રાજા રજવાડા માટેના પોતાના શબ્દો અંગે રાજપૂત સમાજની માફી માંગે એવી માંગ કરી હતી.