ગુજરાતના દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ આજે ટ્વીટ કરીને અપક્ષ ચૂંટણી મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી છે. મેવાણીએ બનાસકાંઠાના વડગામ-11 બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ પહેલા અટકળો લગાવવામાં આવી રહી હતી કે અલ્પેશની જેમ જીજ્ઞેશ પણ કોંગ્રેસમાં જોડાઈ જશે, પણ તેણે તમામ અટકળો ફગાવી દીધી હતી અને આજે ચૂંટણી લડવાની જાહેરાત ટ્વિટરના માધ્યમથી કરી છે. જીજ્ઞેશ મેવાણીએ ફેસબૂક વોલ પર લખ્યું છે કે, “હવે ગબ્બર પોતે મેદાનમાં છે, હું વડગામ-11 બેઠક પરથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાનો છું. આગળ મેવાણીએ જણાવ્યું છે કે, આજે 12 વાગ્યે વડગામ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની ઓફિસમાં ઉમેદવારી પત્ર ભરવા જઈશ. પાછલા કેટલાક મહિનાઓથી ખાસ કરીને ચૂંટણીની જાહેરાત પહેલા અગણિત આંદોલનકારીઓ સાથીઓ અને યુવા વર્ગની ઈચ્છા હતી કે આ વખતે જબરજસ્ત રીતે ચૂંટણી લડવામાં આવે.