મંગળવારે દિલ્હીમાં ઘણી જગ્યાઓ પર સામાન્યથી 18 ગણુ વધારે પ્રદૂષણ મળ્યું. બુધવારે દિલ્હી ધૂળની ચાદરમાં લપેટાયેલું જોવા મળ્યું. સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ જણાવ્યા પ્રમાણે દિલ્હીનું એર ઈન્ડેક્સ 445 રહ્યું હતું. દિલ્હીમાં પ્રદૂષણ વધવાનું સૌથી મોટું કારણ છે પીએમ 10નું સ્તર છે. દિલ્હીની 20 જગ્યાઓ પર 10નું સ્તર 10 ગણું વધુ રહ્યું. સૌથી વધુ પીએમ 10નું સ્તર મુંડકામાં 1804 એમજીસીએમ નરેલામાં 1702, રોહિણીમાં 1666, જહાંગીરપુરીમાં 1552, અરબિંદો માર્ગ પર 1530, પંજાબી બાગમાં 1488, આનંદ વિહારમાં 1405, જવાબર લાલ નેહરુ સ્ટેડિયમમાં 1462, પટપડગંજમાં 1312, અશોક વિહારમાં 1499 રહ્યું. CPCB મુજબ સાંજે 6 વાગ્યે પીએમ 10નું સ્તર 850 એમજીસીએમ રહ્યું. તેના કારણે દિલ્હીમાં વિઝિબિલિટી ઘટી ગઈ અને ધૂળની ચાદર જોવા મળી. સીએસઈ પહેલા જ ગરમીમાં વધતા પ્રદૂષણ પર ચિંતા દર્શાવી ચૂક્યા છે. આ મહિનામાં જારી થયેલા એક રિપોર્ટમાં સીએસ એ દાવો કર્યો હતો કે એક એપ્રિલથી 27મી મે વચ્ચે 64% દિવસોમાં દિલ્હીનું એર ઈન્ડેક્સ ખરાબ અને બહુ ખરાબ રહ્યું છે. આ દરમિયાન માત્ર એક પર્સેન્ટ દિલ્હીવાળાને સાફ હવા લેવાની તક મળી છે.
દિલ્હી પોલ્યુશન કંટ્રોલ કમિટી મુજબ આ સમયે પીએમ 10નું સ્તર ઘણું વધ્યું છે. પીએમ 2.5નું સ્તર ઘણી જગ્યા પર વધારે છે. ઝડપી પવનના કારણે ધૂળ વધી રહી છે અને તે પીએમ 10 વધવાનું કારણ છે. એક્સપર્ટ મુજબ આ રીતે ધૂળ પ્રદૂષણમાં રહેનારા લોકોને કફ, એલર્જી, ફેફસાનું ઈન્ફેક્શન, હ્રદયની બીમારી વગેરેનો ખતરો રહે છે. જ્યારે આ ધૂધળા વાતાવરણ વચ્ચે મંગળવારની સવારે દિલ્હી એરપોર્ટ પર વિઝિબિલિટી 3.5 કિલોમીટર રહી જે સાંજ સુધીમાં ઘટીને 1.5 કિલોમીટર થઈ ગઈ હતી. ઈપીસીએના ચેરમેન્ટ ડૉ. ભૂરે લાલના જણાવ્યા પ્રમાણે, સ્થિતિ પર અમે નજર રાખી રહ્યા છે. સિવિક એજન્સીઓને નિર્દેશ કરવામાં આવ્યો છે. જો 24 કલાક સુધી આ રીતે પ્રદૂષણનું સ્તર રહ્યું તો યોગ્ય પગલા ઉઠાવવામાં આવશે. રાજસ્થાનની ધૂળના કારણે દિલ્હી-NCRમાં પ્રદૂષણનું સ્તર વધ્યું છે. CPCB અને અન્ય પ્રદૂષણ કંટ્રોલ એજન્સીઓ આ સમયે દિલ્હીમાં વધતા પ્રદૂષણનું કારણ રાજસ્થાનની ધૂળને માની રહ્યા છે. રાજસ્થાનની આંધીના કારણે હવાની સાથે ધૂળ દિલ્હી પહોંચી રહી છે. પણ એર ઈન્ડેક્સની વાત કરીએ તો ધૂળ હોવા છતાં રાજસ્થાનમાં આ સમયે દિલ્હી-એનસીઆરથી ઓછું પ્રદૂષણ છે.
રાજસ્થાનમાં ઘણાં શહેરોમાં એર ઈન્ડેક્સ 200થી નીચે છે. દિલ્હી-NCRમાં સોમવારથી જ ધૂળની ચાદરો દેખાઈ રહી છે. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. GRAP મુજબ 16 કલાકથી પીએમ 10નું સ્તર ઈમર્જન્સીથી વધુ છે. એક્સપર્ટનું માનવું છે કે રાજસ્થાનની ધૂળની સાથે સ્થાનિક કારણે પણ પ્રદૂષણનું સ્તર વધ્યું છે. દિલ્હીમાં આ સમયે હવા ઝડપ વધુ છે. એવામાં રાજસ્થાનની ધૂળ દિલ્હીમાં ભળી રહી છે અને પ્રદૂષણ વધી રહ્યું છે. આ સમયે દિલ્હીમાં 7000થી 15,000 ફૂટ ઊંચી ધૂળની ચાદર જોવા મળી રહી છે. સીપીસીબીના એર બુલેટિન મુજબ દિલ્હીનું એર ઈન્ડેક્સ 445, ભિવંડીનું 483, ફરીદાબાદનું 287, ગ્રેટર નોઈડાનું 500, ગુરુગ્રામનું 488, ગાઝિયાબાદનું 353 નોંધાયું ચે પણ રાજસ્થાનની વાત કરીએ તો જયપુરનું એ ઈન્ડેક્સ 306, જોધપુરનું 420, અલવરનું 165, અજમેરનું 151 અને ઉદેપુરનું 155 રહ્યું.