ફિલ્મ અભિનેત્રી દિશા પટણી અને ફિલ્મ અભિનેતા ટાઈગર શ્રોફ ના બ્રેકઅપના સમાચાર આવી રહ્યા છે. મહત્વનું છે કે ટાઈગર શ્રોફ અને દિશા પટણી બન્ને એકસાથે ઘણા પ્રસંગમાં નજર આવે છે પરંતુ હવે એક અહેવાલ પ્રમાણે બન્નેનું બ્રેકઅપ થઈ ગયું છે.ફિલ્મ અભિનેતા ટાઈગર શ્રોફ અને દિશા પટણી એકબીજા સાથે લાંબા સમયથી રિલેશનશિપમાં હતા પરંતુ બન્નેએ ક્યારે પણ પોતાના રિલેશનને સ્વીકાર કર્યા નથી. જોકે દિશા પટણીએ ટાઈગર શ્રોફને પસંદ કરવાની વાત માની હતી. હવે બન્નેના રસ્તા અલગ થઈ ચૂક્યા છે. એક સૂત્રે એક સમાચારને જણાવ્યું કે ટાઈગર શ્રોફ અને દિશા પટણીએ પોતાની સહમતિથી નક્કી કર્યું છે બન્ને એકબીજાથી અલગ થઈ જાય.