દેવ પટેલ જણાવે છે કે, ફિલ્મ્સમાં ઇન્ડિયન કૅરૅક્ટર્સ પ્લે કરવા બદલ તેની રેગ્યુલરલી ટીકા થતી રહે છે. ફાઇવ સ્ટાર તાજ મહેલ પેલેસ હોટેલ પર 2008માં થયેલા ત્રાસવાદી હુમલા પર આધારિત ફિલ્મ ‘હોટેલ મુંબઈ’માં તે ઇન્ડિયનના રોલમાં છે. આ ફિલ્મમાં તે મુંબઈના સ્લમ એરિયામાં રહેતા એક શિખ વેઇટરના રોલમાં છે કે જે હોટેલની અંદર ફસાયેલા સેંકડો ગેસ્ટ્સને પ્રોટેક્ટ કરવા માટે પોતાના જીવને જોખમમાં મૂકે છે. તે કહે છે કે, ‘ક્યારેક મારી ટીકા થાય છે. કેમ કે, લોકો કહે છે કે, ‘શા માટે તેઓ આવા રોલ્સ રિયલ ઇન્ડિયનને આપતા નથી?’ મને સવાલ થાય છે કે, તેમના કહેવાનો અર્થ શું છે?’ ‘મારા ગ્રાન્ડપેરેન્ટ્સની સાથે હું માત્ર ગુજરાતીમાં જ વાતચીત કરી શકું છું. એ બાબત મને રિયલ ઇન્ડિયન ગણાવી શકે? કે પછી મારે એરપોર્ટ્સ પર થતા પક્ષપાત અને વંશવાદની ક્ષણોના સાક્ષી બનવું જ પડે?
શું ફક્ત એ જ બાબતથી હું ઇન્ડિયન કલ્ચરનો ગણાવું?’ અવારનવાર ઇન્ડિયાની મુલાકાત લેવી એ મારા માટે સૌથી ગ્રેટ બાબત છે.’