આ સ્ટોરી અલેક્સ મર્ચન્ટ (આદિલ હુસૈન) અને તેની પત્ની લિસા (લિસા રે) તથા તેમના બે બાળકો કબીર (શાકીબ સલીમ) અને નતાશા (હુમા કુરેશી)ની છે. કબીર અને નતાશાના પેરેન્ટ્સના મોતના 11 વર્ષ પછી તેમના મૃત્યુ પાછળનું રહસ્ય જાણવા પ્રયાસ કરે છે. ફિલ્મમાં ઘણા ઉતાર-ચડાવ છે અને છેવટે સારપ છવાઈ જાય છે.
પ્રવાલ રમણે ફિલ્મનું દિગ્દર્શન સારૂં કર્યું છે. શૂટિંગ પણ શાનદાર રીતે થયું છે. સિનેમેટોગ્રાફી અને લોકેશન્સ દર્શકોને ડરાવવા માટે પુરતા અસરકારક લાગે છે. શાકીબ સલીમે ખૂબ સારું કામ કર્યું છે અને હુમા કુરેશીનું કામ પણ ખૂબ દિલચસ્પ છે. આદિલ હુસૈને પતિ અને પિતાના રોલમાં અદભૂત કામ કર્યું છે. લિસા રે અને રેહા ચક્રવર્તી સહિત બાકીના કલાકારનું કામ પણ સારું છે. ફિલ્મના સંગીતનો બેકગ્રાઉન્ડ સ્કોર કોઈપણ હોરર ફિલ્મ માટે ઘણો યોગ્ય છે. સંગીત અર્કો પાર્વોનું છે.

LEAVE A REPLY

1 × four =