ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર પુસ્તર પર આધારિત આ ફિલ્મમાં પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ (અનુપમ ખેર) અને તેમના મીડિયા એડવાઈઝર સંજય બારુ (અક્ષય ખન્ના)ની વચ્ચેના સંબંધને ખૂબ સારી રીતે દેખાડવામાં આવ્યો છે. ફિલ્મના મોટાભાગના હિસ્સામાં સંજય બારુ મનમોહન સિંહની મીડિયામાં ઈમેજ માટે સંઘર્ષ કરતા રહે છે. બીજી તરફ. UPA સરકારની ખાસ વાતો જેમ કે, ન્યૂક્લિયર ડીલ, સોનિયા ગાંધીના એકાધિકારને પણ દેખાડવામાં આવ્યા છે.ફિલ્મની શરૂઆત એક ટીવી ન્યૂઝ ફુટેજ સાથે થાય છે જેમાં 2004 લોકસભા ઈલેક્શનમાં UPAની જીતના ન્યૂઝ હોય છે. આની સાથે જ ફિલ્મના મુખ્ય કેરેક્ટર્સને દેખાડી દેવામાં આવે છે, જે રિયલ લાઈફ પૉલિટિશિયન્સને ઘણા મળતા આવે છે. જો આ ફિલ્મમાં જો કેટલાક ટ્વીસ્ટ્સ ન દેખાડાયા હોત અને દમદાર પ્રદર્શન ન હોત તો ફિલ્મ ડગમગાઈ ગઈ હોત.અનુપમ ખેરે એક શાંત રહેનારા વડાપ્રધાનની ભૂમિકા ભજવી છે જેમણે એક એવા સમયે વડાપ્રધાન પદ ગ્રહણ કર્યું હતું જ્યારે સ્થિતિ ખૂબ જ સંદિગ્ધ હતી. આ ભૂમિકામાં તેમનું પ્રદર્શન શાનદાર છે. તેમણે ખૂબ જ સરળતાથી મનમોહન સિંહના અંદાજ અને બોલચાલ પોતાની અંદર ઢાળી લીધી છે. ધીમે-ધીમે દર્શક તેમની સાથે જોડાઈ જાય છે. તે ક્યારેય સાચો નિર્ણય લેવાની હિંમત એકઠી કરે છે તો ક્યારેક તેમના પર રહેલા તાકાતો સામે નમી જાય છે. પણ એ અક્ષય ખન્ના એ સુનિશ્ચિત કરે છે કે, આ પૉલિટિકલ ડ્રામામાં કોઈ ડલ મૉમેન્ટ ન રહે. તે એક સૂત્રધારની જે દર્શકોને સારી રીતે બાંધી રાખે છે.સોનિયા ગાંધીની ભૂમિકા ભજવી રહેલી જર્મન એક્ટ્રેસ સુજેન બર્નર્ટે પોતાની ભૂમિકા ગંભીરતાથી ભજવી છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના પાત્રો ભજવનારા એક્ટર્સને વધારે તક મળી નથી. દિવ્યા સેઠ શાહે મહમોહન સિંહની પત્ની ગુરશરન કૌરનું પાત્ર ખૂબ શાનદાર રીતે ભજવ્યું છે. જોકે, આ ઉપરાંત વિપક્ષના નેતાઓ અને ન્યૂઝ એન્કર્સની ભૂમિકા ભજવનારા એક્ટર્સ માત્ર તેમના ડુપ્લિકેટ બનીને રહી જાય છે.
આ ઉપરાંત જનતા પર મનમોહન સિંહના નિર્ણયોનો પ્રભાવ માત્ર ન્યૂઝરૂમ અને અખબારોની હેડલાઈન્સ સુધી જ મર્યાદિત રાખવામાં આવ્યો છે. ક્યાંય-ક્યાંય ફિલ્મ થોડી બોરિંગ લાગવા માડે છે કારણ કે, તેમાં માત્ર બંધ દરવાજા અથવા કોઈ ફાઈલ ફુટેજ દેખાડવામાં આવતા હોય છે. ફિલ્મે થોડી બહાદુરી સાથે અસલ પાત્રોના નામ લીધા છે અને તેમને એ જ રીતે દેખાડ્યા છે જેવી રીતે તેમને જોવામાં આવે છે. ફિલ્મના રાઈટિંગ થોડું ઊંડાણ લાવી શકાયું હોત જેનાથી દરેક પાત્ર વિશે થોડું વધારે દેખાડી શકાત.બૉલિવૂડમાં ઘણી પોલિટિકલ ડ્રામા બની ચૂકી છે. તે ગંભીર અને જટિલ રહી છે. આવામાં ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ તમારી જાણકારી વધારવા કરતા માત્ર તમારું મનોરંજન કરે છે.