પ્રશ્નઃ નમસ્કારમ્, સદગુરુ, ગમે તે કારણે મને એવી લાગણી થાય છે કે, હું કોઇ કામ સારી રીતે કરી શકતો નથી અને હું અન્યો માટે જવાબદારી છું. આ અંગે મારે શું કરવું જોઇએ?
સદ્ગુરુઃ તમારે તમારૂં ધ્યાન તમે જે કરવા માંગતા હો તેની ઉપર જ સતત કેંન્દ્રીત રાખવાની જરૂર છે. કોઇ એક જ મુદ્દા કે બાબત ઉપર એકાદ કલાક અને તે પછી ધીમે ધીમે વધારતા જઇને એક દિવસ સુધી ધ્યાન કેંન્દ્રીત કરવાનો પ્રયાસ કરો એકાદ ક્ષણ પૂરતું પણ વિચલિત થયા વિના તમારૂં ધ્યાન આવી રીતે કેંન્દ્રીત થયેલું રહે અને તેની ધનિષ્ટતા વધતી જાય તો પછી બ્રહ્માંડમાંના તમામ દરવાજા તમારા માટે ખુલી જશે, જે અંતિમ શકયતાને જો તમે તમારી ટોચની પ્રાથમિક્તા બનાવી હશે તો તે વાસ્તવિક્તા બની રહેશે. હાલમાં તમારી મુશ્કેલીએ છે કે તમે ઘણી બધી પ્રાથમિક્તાઅો ધરાવો છો તેનો અર્થ તેવો નથી કે તમારે જીવવાના છોડી દેવાનું કે તમારે ચોક્કસ બાબત જ કરવાની તમે જે કાંઇ કરો તે મહત્વનું નથી પરંતુ તમારી પ્રાથમિક્તા તો એક જ હોવી જોઇએ. અને જો તમે તે રીતે કરો છો તો તમે અન્ય માટે જવાબદારી કેવી રીતે બની રહ્યા?
તમિલનાડુમાં અત્યંત મહત્વનું વૃક્ષ છે પુંગઇ મારમ્ (ઇન્ડીયન બીચ) આ વૃક્ષ કોઇ ખાદ્ય ફળ ધરાવતું નથી કે તેની ડાળીઅો, લીમડાના દાંતણની માફક દાંત સાફ કરવા કામ આવતી નથી. આમછતાં આ વૃક્ષનો પોતાનો ઘેરાવો ઘટાદાર છે અને તેના કારણે દક્ષિણ ભારતના કલરવ કરતા પક્ષીઅો માટે તે માનીતું વૃક્ષ છે. વૈજ્ઞાનિક દાવા પ્રમાણે કેટલાક વૃક્ષો અન્યો વૃક્ષો કરતાં વધારે પ્રાણવાયુ આપતા હોવાથી વધુને વધુ જીવો તેમના તરફ આકર્ષાય છે. હું આ મુદ્દે વધુ આગળ વધવા માંગતો નથી. પરંતુ પુંગઇ મારમની ઘટામાં તમે બેસો તો તમને અન્ય વૃક્ષો કરતાં અલગ જ ઠંડક સાંપડતી હોય છે. આપણે તેના કારણોમાં પડીએ તો કેટલાક ભૌતિક પરિબળો જાણી શકીએ પરંતુ આપણે તેના સત્વ કે મૂળભૂત તત્વને તો જાણી શકવાના નથી.
આપણે આપણા જીવનનું મહત્વ કે મૂલ્ય જીવનના ઉપયોગીપણા નહીં પરંતુ સુંદરતા વિપુલતા કે ધનિષ્ટતાના આધારે આંકીએ છીએ આથી જ એક મિલ્કત બની રહેવાનો પ્રયાસ ના કરો નહીં તો અન્ય કોઇ તમને ખરીદવા પ્રયાસ કરશે. તમે તમારી જાતે વિપુલતા આનંદ અને આંતરિક સુંદરતામાં મગ્ન બની રહો. જે લોકો ભૂખ્યા હશે તે તમારારૂપી વૃક્ષામાંથી ફળોને પામવા મથશે. જે લોકો આનંદી હશે તે વૃક્ષમાં પુષ્પ માટેની ઝંખના રાખશે.
અમે જ્યારે ભારતમાં ઇશા યોગ સેન્ટરની શરૂઆત કરી ત્યારે સેન્ટરની જમીન ઉપર માત્ર ત્રણ વૃક્ષો હતા સેન્ટરના કાર્યકરો અને અન્ય રહીશો વૃક્ષારોપણ માટે ભેગા થયા ત્યારે એક મોટો વર્ગ શાકભાજી અને ફળફળાદિને સ્પર્શતા છોડવાઅો વાવવાનો મત ધરાવતો હતો પરંતુ મેં ફૂલના છોડવાનો આગ્રહ રાખ્યો.
ફુલ એ આમ જોવા જાવ તો નિરૂપયોગી ક્ષણભંગુર છે પરંતુ જો તમે (ખાસ કરીને મોટા શહેરોમાં રોજે રોજ ક્યાંકને ક્યાંક ગંદકીને અનુભવવા ટેવાયેલા આશ્રમમાં જાવ છો તો આ સ્થળની સુગંધનો તમે આનંદ માણી શકો છો. લોકો સુગંધનો આ આનંદ પેલા ઉપયોગ વિના પુષ્પોની હાજરીને આભારી છે. અને આથી જ તમે એક મિલ્કત કે જવાબદારી બની રહેવા ના મથો તેના બદલે એક પૂર્ણ સ્તરીય જીવન બનવા મથો.
જીવનના પ્રત્યેક તબક્કે સર્વત્ર પૂર્ણતયાને વરેલા જીવનની આસપાસ રહેવાનું સૌ કોઇને ગમતું હોય છે. જો તમે કાવાદાવાથી ઘેરાયેલા જીવનવાળા છો તો ધીમે ધીમે ગંદકી તમારા મગજ સુધી પહોંચી જવાની. શુદ્ધતા એ ગુણવતા નહીં પરંતુ ગંદકીની ગેરહાજરી છે જો તમારે આદર્શ અદભૂત માનવ બનવું છે તો તમારે સરવાળા નહીં પરંતુ બાદબાકીની જરૂર છે. જો તમે તમારામાંથી ચોક્કસ બાબતો પરિબળોને દૂર કરો છો તમે અદભૂત આકર્ષક વ્યક્તિત્વ બની શકો છો.
તમારે કોઇ વધારાના સરવાળા ઉમેરવાની જરૂર નથી કારણ કે જીવન એ પોતાની રીતે સર્વાંગસંપૂર્ણ અને સૌંદર્યથી ભરભૂર છે તમે તમારી જાત ઉપર જ ધ્યાન આપો અને તમારી શરીર વ્યવસ્થાને તેની રીતે જ કામ કરવા દો. તમે તમારી જાતે એક પૂર્ણ જીવન છો. જો તમે તમારી જાતને હાલમાં પૂર્ણ નથી. અનુભવતા તો તે તમે તમારા મગજનો કેવી રીતે ઉપયોગ કરવો તે જાણતા નહીં હોવાના કારણે છે. તમારે તમારા મગજનો ઉપયોગ સ્વકલ્યાણ કાજે કરવાનું શીખવાની જરૂર છે. અથવા તો તમારે મગજને કોરાણે રાખવાનું શીખવાની જરૂર છે. તમે તમારી જાત તરફ કે અન્યો તરફ એક મિલ્કત કે જવાબદારીની રીતે જુઅો નહીં હું જીવનને તેના ઉપયોગીપણાની રીતે નહીં પરંતુ તેની ગુણવતા પૂર્ણતા અને ધનિષ્ટતાની રીતે મૂલવું છું.
ગાડાને હંકારી જતો ખસી કરેલો બળદ જંગલમાં ઉત્પાત મચાવતા હાથી તરફ જોઇને વિચારે કે કેવી ઉપયોગ વિનાની જીંદગી છે.
તમારી સાથે પણ આવું ત્યારે બનતું હોય છે. જ્યારે તમે ખસી કરાવેલી અવસ્થામાં જીવનના ઉપયોગી પણા વિષે વિચારતા હો છો તમે જન્મી અને એક દિવસ મરી જવાના તેમાં ઉપયોગી પણું ક્યાં આવ્યું?
માનવ વંશનો ઉપયોગ શું? આમ જોવા જાવ તો જીવનનો કોઇ ઉપયોગ નથી. તમે યોગ્ય પળે યોગ્ય સ્થળે એકાદ ફટકો મારો અને જીવન અદભૂત, અસાધારણ બની જતું હોય છે.
– Isha Foundation